નિકોલ ગામના સરપંચશ્રી દ્વારા ગેરકાયદેસર પ્લોટ પાડી નાણાં વસુલી કર્યાના વિરોધમાં મહુવા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sglqffqraom1eca9/" left="-10"]

નિકોલ ગામના સરપંચશ્રી દ્વારા ગેરકાયદેસર પ્લોટ પાડી નાણાં વસુલી કર્યાના વિરોધમાં મહુવા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું


મહુવા તાલુકાના નિકોલ ગામના મુળભુત પ્રશ્ન સરપંચશ્રી દ્વારા ગેરકાયદેસર પ્લોટ પાડી નાણા વસૂલી કરવાના વિરોધની સામે મહુવા પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પત્ર આપી અને રજુઆત કરવામાં આવી હતી જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા કલેકટર તેમજ પ્રાંત અધિકારીશ્રી તેમજ સબ ડિવિઝન દ્વારા સ્થળ તપાસ કરવા માટે પણ લેખીતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ને આદેશ કરેલ છે પરંતુ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્રારા હજુ સુધી સ્થળ તપાસ કરેલ નથી સામાજીક એક્તા જાગૃતિ મિશનના નેજા તળે આવેદનપત્રમાં આપવામા આવેલ છે અને સામાજિક એક્તા જાગૃતિ મિશનના પ્રદેશ ઉપાધ્યક્ષ વિવેક જેઠવા એ જણાવેલ છે કે જો આવતા ૧૫ દિવસમાં નિષ્પક્ષ સ્થળ તપાસ કરવામા નહી આવે તો સમગ્ર નિકોલ ગ્રામજનોને સાથે લઈને તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઓફીસની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે

રીપોર્ટ.રમેશ‌.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]