ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. - At This Time

ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.


ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આંગણવાડી અને ધોરણ 1 ના બાળકોને અધિકારીઓના વરદ હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામક શ્રી જે. ડી. વાળા સાહેબ , સી.આર.સી ઉગામેડી હરેશભાઈ, બી. આર. સી ભવન ગઢડા સ્વાતિબેન પંડ્યા, આઈ. સી. ડી. એસ. સોનલબેન વસાણી,સરપંચ મુળજીભાઈ ડેરવાળીયાએ ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ આપ્યો હતો. શાળાનાં આચાર્ય ભીખાભાઈ સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ 1 નાં બાળકોને પ્રવેશ ઉપરાંત ધોરણ 3 થી 8 માં 1 થી 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને મુળજીભાઈ ડેરવાળીયા, રમેશભાઈ ડેરવાળીયા અને કિરીટભાઈ ડેરવાળીયા તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવેલ હતી.તેમજ સાઉન્ડની સેવા મહેશભાઈ ગિડિયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોલંકી દીવાંશીબેન દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.જિલ્લા બાગાયત નિયામક જે. ડી. વાળા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે " નાપાસ થવાથી નાસીપાસ થવાની જરૂર નથી, અને વાલીઓએ પણ પોતાનાં સંતાનોને સતત પ્રોત્સાહિત કરતાં રહેવું જોઈએ." સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ જમોડ ભૂમિબેન અને ભેંસજાળીયા સંદીપભાઈ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની આભારવિધિ કપિલભાઈ સતાણી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળાનાં તમામ બાળકોને શાળાના પૂર્વ શિક્ષક સુરેશભાઈ લકુમ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને સફળ બનાવવા માટે મનસુખભાઈ પરમાર, રાજેશભાઈ વેલાણી, રોહિતભાઈ રાવલ ,ઉમેશભાઈ પટેલ,જયેશભાઇ પટેલ તેમજ સુરકાના ગ્રામજનો, એસ.એમ.સીના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon