આણંદમાં CBSC બોર્ડ પરીક્ષામાં છબરડો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9zd8moy2szdpuo5x/" left="-10"]

આણંદમાં CBSC બોર્ડ પરીક્ષામાં છબરડો


આણંદમાં CBSC બોર્ડ પરીક્ષામાં છબરડો આનંદાલય   સ્કૂલમાં લોકર ન ખૂલતા પેપર 2 કલાક મોડું લેવાયું

પ્રશ્નપત્ર લોકરમાં મુક્યા હતા, જામ થઇ જતાં અન્ય શાળામાંથી મંગાવી પરીક્ષા લેવાઇ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસસી) દ્વારા ધો-10-12 બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે પરીક્ષાના શુક્રવારે 5માં દિવસે આનંદાલયા પરીક્ષા કેન્દ્રમાં નિયત સમય કરતાં પેપર 2 કલાક મોડું આપવામાં આવ્યું હતું. જો કે પ્રશ્નપત્ર પેપર શાળા સંચાલક દ્વારા લોકર મુકવામાં આવ્યાં હોવાથી લોકર જામ થઇ જતાં દિલ્હી સેન્ટ્રલ શિક્ષણ બોર્ડમાં મામલો પહોંચ્યો હતો. આખરે બીજી શાળાના પ્રશ્નની ઝેરોક્ષ કાઢીને વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]