બાવળા પોલિસ દ્વારા રીક્ષામાંથી નશાકારક કફસીરપ ની બોટલોનો જથ્થો ઝડપાયો - At This Time

બાવળા પોલિસ દ્વારા રીક્ષામાંથી નશાકારક કફસીરપ ની બોટલોનો જથ્થો ઝડપાયો


બાવળા પોલિસ દ્વારા રીક્ષામાંથી નશાકારક કફસીરપ ની બોટલોનો જથ્થો ઝડપાયોઆઇ.જી.પી સાહેબ શ્રી અમદાવાદ રેન્જ તથા .પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસીંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામા નશાકારક કફસીરપની બોટલોની વેચાણની ગે.કા પ્રવૃતિ સદંતર નેસ્ત-નાબૂદ કરવા સૂચના આપેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.વી પટેલ સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.સગર નાઓ તથા હે.કો. હસમુખભાઇ હેમુભાઇ તથા હે.કો પ્રવિણસિંહ તથા પો.કો મેરૂભા તથા પો.કો અશોકસિહ તથા હે.કો મુકેશભાઇ તથા અ.હે.કો મહીપતસિંહ તથા પો.કો પરેશભાઇ નાઓ એ રીતેના પોલીસના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના હે.કો. હસમુખભાઇ તથા પી.સી પરેશભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે ‘‘મોડી રાતના સમયગાળામાં એક સી.એન.જી. રીક્ષા નંબર જી.જે.૨૭.વાય.૮૬૦૩ માં ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટા માં અમુક પ્રકારની નશાકારક સીરપની બોટલોનો જથ્થો રાખી અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર સરખેજથી બગોદરા તરફ જનાર છે.’’ જે રીક્ષા આવતા પોલીસના માણસોએ રોડની સાઇડમા ઉભી રખાવેલ જેની અંદર તપાસ કરતા નશાકારક કફસીરપની બોટલનો જથ્થો બોટલ નંગ-૪૭૭ કિંમત રૂ.૬૪,૩૯૫/-નો મળી તથા મોબાઇલ ફોન નંગ-૨ કિમંત રૂ.૫,૫૦૦/- તથા રોકડ રૂ.૪૦/- તથા સીએનજી રીક્ષા નં-જી.જે.૨૭.વાય.૮૬૦૩ ની કિમંત રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૧૯,૯૩૫/-ના મુદ્દામાલ સાથે મળી નશાકારક કફસીરપની બોટલો કબ્જે કરી પકડાયેલ ડ્રાઇવર (૧) સમીરભાઇ મહેબુબભાઇ શેખ રહે.અમદાવાદ શહેર, સરખેજ, જનપત રોડની પાછળ ઇન્દિરા નગર, અમદાવાદ તથા પાછળની સીટમા બેઠેલ બે ઇસમો (૨) અઝીમ સ/ઓ ગુલામમોહમ્મદ અલીનુરભાઇ મોમીન રહે.અમદાવાદ શહેર, સરખેજ,પોલીસ સ્ટેશનની સામે, શેલીબાવાની દરગાહ, તલાવડી વિસ્તાર અમદાવાદ તથા (૩) મોઇન સ/ઓ સફીઉલ્લા અતિઉલ્લા શેખ રહે. અમદાવાદ શહેર, હાજી જમાલ નગર, મકરબા રોડ અમદાવાદ ના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને આ ગુનામા ક્યાથી મુદ્દામાલ લાવેલ હતા અને કોને આપવાનો હતો તે દિશામા તપાસ આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.