આંસોદર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન - At This Time

આંસોદર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન


આંસોદર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન

દામનગર ના આંસોદર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો.એમ પી કાપડિયા ની સૂચના થી ડો. મકવાણા માં માર્ગદર્શન હેઠળ આંસોદર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી થઈ. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ તમામ ૧૫ ગામો ની જોખમી સગર્ભા બહેનો ને સરકારી એમ્બ્યુલન્સ માં આસોદર ખાતે લઇ જઇ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી તપાસ કરી, લેબ ઇન્વેસ્ટિગેશન અને જરૂરિયાત વાળા બહેનો ને આયર્ન સુક્રોઝ ના ડોઝ આપેલ હતા. આ અભિયાન અંતર્ગત આંસોદર ના તબીબ ડો. રોહિત ગોહિલ દ્વારા સગર્ભા બહેનો ની તપાસ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, તમામ સગર્ભા બહેનો ની સોનોગ્રાફી તપાસ પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્ત્રી રોગ નિષ્ણાત પાસે વિનામૂલ્યે કરવા માં આવે છે. કોરોના ના કપરા કાળ માં રસીકરણ ઝુંબેશ ની સાથે સાથે સગર્ભા બહેનો ની પણ કાળજી માટે આરોગ્ય તંત્ર તત્પર છે. આ અભિયાન ને સફળ બનાવવા ડો. હરિવદન પરમાર, ભાવિન રાદડીયા, મનીષા ચુડાસમા, અમૃત પટેલ, રંજન અમરેલિયા, ક્રિષ્ના રાઠોડ અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.