ભાવનગર ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ ઉપર બરવાળા બગોદરા વચ્ચે ને રેલ્વે ફાટકમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. - At This Time

ભાવનગર ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ ઉપર બરવાળા બગોદરા વચ્ચે ને રેલ્વે ફાટકમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે.


ભાવનગર ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ ઉપર બરવાળા બગોદરા વચ્ચે ને રેલ્વે ફાટકમાં વારંવાર ટ્રાફિ કજામ થાય છે.
વચ્ચે આવતા પાંચ ફાટકો ઉપર એક થી ત્રણ કિ.મી ટ્રાફિક જામે છે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવ્યા નથી રેલ્વે તંત્રનો લોલમ લોલ વહીવટ સહન કરે છે પ્રજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નીરસ
ભાવનગર અમદાવાદ ધોરીમાર્ગ ઉપર બરવાળા ધંધુકા બગોદરા વચ્ચે આવતા રેલ્વે ફાટક ઉપર વારંવાર ટ્રાફિક જામ થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે રેલ્વે ફાટક અવરોધ રૂપ બન્યા છે બોટાદ અમદાવાદ રેલ્વે લાઈન નું બ્રોડગેજમાં રૂપાંતર થયા પછી રેલ્વેને માલગાડી અને મુસાફર ટ્રેનની અવર-જવર વધી જતા વારંવાર ફાટકો બંધ થાય છે અને ટ્રાફિક એક કિમી થી ત્રણ કિમી સુધી જામ થઈ જાય છે.
પ્રાપ્ત આધારભૂત મળતા માહિતી મુજબ ભાવનગર અમદાવાદ ધોરીમાર્ગ ઉપર બોટાદ થી અમદાવાદ રેલ્વે ટ્રેક બ્રોડગેજ રૂપાંતર થયા પહેલા ટ્રાફિક જામ થવા નો પ્રશ્ન ન હતો પરંતુ જ્યારથી બ્રોડગેજમાં રૂપાંતર થયું છે અને રેલ્વે સેવા શરૂ થઈ છે ત્યારથી બોટાદ અમદાવાદ વચ્ચેના રેલ્વે ફાટકો જેમાં બરવાળા પછી નું ભીમનાથ તગડી રેલ્વે ફાટક તથા ધંધુકા રાણપુર રોડ નું ફાટક તથા ધંધુકા બગોદરા નું ધંધુકાનું ફાટક તથા રાયકા અને ગુંદીનું ફાટક માં વારંવાર રેલ્વે ફાટક બંધ થતા ટ્રાફિક જામ થવાની સમસ્યા નિયમિત થઈ ગઈ છે જેમાં ધંધુકા ખાતે ઓવરબ્રિજ બનેલ છે જેમાં રેલ્વે વિભાગ તરફથી રહેલ ઉદાસીન વલન ના કારણે વિલંબ થઈ રહ્યો છે રેલ્વે તંત્રના નેગેટિવ ના કારણે સરકારી તંત્ર નીરસ જણાઈ રહ્યું છે બગોદરા બરવાળા વચ્ચે રેલ્વેના પાંચ રેલ્વે ફાટકો આવેલા છે જે રેલ્વે ફાટકોનું ટેકનિકલ રીતે રેલ્વે તંત્રએ ધ્યાન આપ્યું નથી બોટાદ અમદાવાદ બ્રોડગેજ રેલ્વે શરૂ થતા વારંવાર ટ્રાફિક સમસ્યા ખડી થાય છે ધંધુકા ને બાદ કરતા કોઈ પણ રેલ્વે ફાટક ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવાનું રેલ્વે તંત્રને યાદ આવ્યું નથી અને આજે ટ્રાફિકના પ્રશ્નો સીર દર્દ બન્યા છે રેલ્વે તંત્ર પાસે ઉચ્ચકક્ષાના હોશિયાર એન્જિનિયરો હોવા છતાં રેલ્વે તંત્ર ને રેલ્વે ફાટકની સમસ્યા રેલ્વે શરૂ થતા આમ પ્રજાને મુશ્કેલીનું નિર્માણ કરશે તેની કોઈ પરવા કરવામાં આવી નથી આ અંગે પ્રજાના ચૂંટાયેલા સાંસદો ધારાસભ્યો જિલ્લા તાલુકાના પ્રમુખો સભ્યો રાજકીય પક્ષના આગેવાનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ટ્રાફિક જામ ની સમસ્યામાંથી છુટકારો અપાવે તેવી માંગણી આમ જનતામાંથી ગોઠવા પામી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.