*ટિમ ગબ્બર ગુજરાત દ્વારા ત્રણ જિલ્લાની લાગુ પડતી મીટરગેજ ટ્રેનને બોર્ડગેજમાં ફેરવવા વડાપ્રધાન ને રજુઆત - At This Time

*ટિમ ગબ્બર ગુજરાત દ્વારા ત્રણ જિલ્લાની લાગુ પડતી મીટરગેજ ટ્રેનને બોર્ડગેજમાં ફેરવવા વડાપ્રધાન ને રજુઆત


ટિમ ગબ્બર ગુજરાત દ્વારા ત્રણ જિલ્લાની લાગુ પડતી મીટરગેજ ટ્રેનને બોર્ડગેજમાં ફેરવવા વડાપ્રધાન ને રજુઆત*

વિસાવદર તા.ગુજરાતની સતત લોકપ્રશ્નો ઉઠાવતી લડાયક સંસ્થા ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોષી દ્વારા દેશના વડાપ્રધાન,રેલવે મંત્રી,રેલવે બોર્ડ તથા રેલવેના તમામ વિભાગો અને સાંસદ સભ્યોને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,જુનાગઢ-અમરેલી-ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાની ટ્રેનો આઝાદીના આટલા વર્ષો બાદ પણ મીટર ગેજ ટ્રેનો તરીકે ચાલુ છે અને સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણી હોવા છતાં યેનકેન પ્રકારે સૌરાષ્ટ્ર ના આ ત્રણ જિલ્લાને મીટરગેજ ટ્રેનોની જગ્યાએ બોર્ડગેજમાં રૂપાંતરિત કરવા માંગણી હોવા છતાં આજદિન સુધી આ સુવિધાઓ આપવામાં આવેલ નથી જેમાં ખીજડિયા-અમરેલી, વિસાવદર-જુનાગઢ,વિસાવદર-વેરાવળ આ ત્રણ ટ્રેનો મીટર ગેજ ટ્રેનો તરીકે ચાલે છે તેને બોર્ડગેજમાં ફ્રેરવવા આ વિસ્તારની પ્રજાની માંગણી છે આ અંગે છેલ્લા ચાર પાંચ વર્ષથી જાહેરાતો પણ કરવામાં આવે છે પરંતુ લોકોને આ બાબતની સુવિધાઓ મળતી નથી.જુનાગઢ દત અને દાતારની ભૂમિ છે અહીં લાખો પર્યટકો હરવા ફરવા માટે આવે છે આ ઉપરાંત સૌથી મોટો રોપવે પણ અહીં આવેલ છે આ ઉપરાંત અનેક ધાર્મિક સ્થળો અહીં આવેલા છે સમગ્ર વિશ્વ માંથી લોકો અહીં આવે છે જુનાગઢ માં શિવરાત્રી અને લીલીપરિક્રમાંમાં પણ લાખો લોકો આવે છે અને નરસિંહ મહેતાની કર્મભૂમિ, ભવનાથ,રોપવે, વિગેરે જોવા માટે લોકો ટ્રેનનો ઉપયોગ કરે છે અને આવા લોકો ગિરનો પ્રવાસ કરી સૌરાષ્ટ્રના બાર જ્યોતિર્લિંગ પૈકીના સોનનાથ મંદિરે જવા માટે પણ જંગલમાંથી પસાર થતા હોય છેઉપરોક્ત સુવિધાનો લાભ ત્રણ જિલ્લાની પ્રજાને મળે તેમ છે ઉપરાંત લોકોની સુખ સુવિધાઓ માં પણ ઘણો મોટો વધારો થઈ શકે તેમ છે અને આ અંગે જરૂરી ગ્રાન્ટ ફાળવવા અને ટેન્ડરની પ્રક્રિયા બહાર પાડવા તથા આ ત્રણ જિલ્લાની ટ્રેનોને બોર્ડગેજમાં રૂપાંતરિત કરવા અને મીટર ગેજ ટ્રેનોની જગ્યાએ બોર્ડગ્રેજ ની લાઈનો નાખી પ્રજાની સુખાકારી તથા સગવડતામાં વધારો કરવા સંવેદનશીલ ડબલ એન્જીન સરકાર પાસે ટીમગબ્બરે માગણી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.