દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ


વિદ્યાર્થીઓમાં અને જનતામાં યોગ બાબતની જાગૃતતા વધે તે માટે ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્યનમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે દાંતા તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં દાંતા તાલુકાની વિવિધ શાળાઓના પ્રથમ સ્થાન પામેલા વિદ્યાર્થીઓએ રસભેર ભાગ લીધો હતો. સાથે સાથે મોટી ઉંમરના યુવાનો પણ એની અંદર જોડાયા હતા. આ સ્પર્ધામાં કુલ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા હતા પ્રથમ વિભાગ જેમાં પ્રથમ વિભાગ 9 થી 18 વર્ષ માટે , બીજો વિભાગ 19 થી 40 વર્ષ માટે , ત્રીજો વિભાગ 41 વર્ષથી ઉપર ના વડીલો માટે હતો. આ ત્રણેય વિભાગમાં ભાઈ અને બહેન એમ બે પેટા વિભાગ પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિભાગમાં તરાલ રાહુલભાઈ અને પ્રજાપતિ ધ્રુવીબેન વિજેતા જાહેર થયા હતા. બીજા વિભાગમાં ભરથરી પ્રકાશભાઈ અને રાવળ કાજલ બેન વિજેતા જાહેર થયા હતા. જ્યારે ત્રીજા વિભાગમાં મદનસિંહજી વિદ્યાલય, ગંગવાના આચાર્યશ્રી અને દાંતા તાલુકાના યોગ પ્રશિક્ષકશ્રી અજયસિંહ કાબા તથા પટેલ તરુણાબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ છ સ્પર્ધકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા *1000₹* નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તથા તેઓ 26 તારીખે જિલ્લા કક્ષાએ દાંતા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન દાંતા તાલુકાના સાંસ્કૃતિક કન્વીનરશ્રી શૈલેષભાઈ ચૌધરી અને દાંતા તાલુકાના યોગ પ્રશિક્ષકશ્રી અજયસિંહ કાબાએ કર્યું હતું. શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી વી કે પરમારે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.