ધંધુકા કુબાડવાડા વિસ્તારમાં ગટર તૂટેલી હાલતમાં અને અસહ્ય ગંદકીનો ત્રાસ દૂર કરવા માંગ - At This Time

ધંધુકા કુબાડવાડા વિસ્તારમાં ગટર તૂટેલી હાલતમાં અને અસહ્ય ગંદકીનો ત્રાસ દૂર કરવા માંગ


ધંધુકા કુબાડવાડા વિસ્તારમાં ગટર તૂટેલી હાલતમાં અને અસહ્ય ગંદકીનો ત્રાસ દૂર કરવા માંગ

ઓઘડનાથજીના આશ્રમ બહાર ગટર તૂટેલી હાલતમાં, ગટરની ચેમ્બર પણ તૂટેલી છે જેનું ગટરનું બધું જ ગંદુ પાણી જાહેર રસ્તાઓ ઉપર આવે છે તેમજ ત્યાં આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં કુબાડવાડા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગટર તૂટેલી હોવાથી ગાતારનું પાણી રોડ ઉપર આવી જાય છે જેના કારણે ત્યાંના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા તકેદારીના પગલાંઓ લેવામાં આવતા નથી. કુબાડવાડા વિસ્તારમાં રહેતા રહીશોના આજુબાજુના ભાગે કચરો ભરીને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું. પાલિકા દ્વારા ચાલી રહેલી મુહિમ સ્વછતા હી સેવા આ જગ્યાએ જોવા મળતી નથી. કુબાડવાડાના રહીશ સાધુ ભગવાનદાસ અમરાસ દ્વારા તારીખ 16/07/2023 ના રોજ લેખિત તેમજ અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. રહીશોનો આક્ષેપ છે કે આ ગટરના કારણે કોઈ ગંભીર બીમારી ઉત્પન્ન થશે તો તેની જવાબદારી કોણ લેશે. ધંધુકા નગરપાલિકા પ્રસાસનને લેખિત તેમજ મૌખિક રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ પણ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને ત્યાના વિસ્તારમાં ખુબ જ કચરો પણ જમા થયો છે તે પણ સાફ કરવામાં આવતો નથી. જો આ બાબતે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો ત્યાંના રહીશો તેમજ RDAM પ્રમુખ રાશમિયાં જયેશકુમાર દ્વવારા જાન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.