પલસાણામાં 9 ઇંચ, બારડોલીમાં 7 ઇંચ સહિત તમામ તાલુકામાં દેમાર વરસાદ : અનેક ગામો સંપર્ક વિહોણા - At This Time

પલસાણામાં 9 ઇંચ, બારડોલીમાં 7 ઇંચ સહિત તમામ તાલુકામાં દેમાર વરસાદ : અનેક ગામો સંપર્ક વિહોણા


સુરત,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારસુરત જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટના મેઘરાજા એ ભારે મહેર કરતા ૨૪ કલાકમાં પલસાણામાં ૯ ઇંચ, બારડોલીમાં ૭ ઇંચ સહિત તમામ તાલુકામાં દેમાર વરસાદના કારણે જિલ્લામાં જળબંબાકાર સર્જતા અનેક ગામો સંપર્ક વિહોણા થતાં તત્ર દોડતું થયું હતું.ફ્લડ કંટ્રોલના પ્રવક્તાના જણાવ્યા મુજબ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે  મેઘરાજા મનમુકીને વરસતા સુરત શહેર અને જીલ્લાના તમામ તાલુકામાં દેમાર વરસાદ ઝીંકાયો છે ૧૫ મી ઓગસ્ટના સવારે થી શરૂ થયેલ વરસાદ દિવસ અને રાત્રીના પણ એકધારું વરસવાનું ચાલુ રાખતા ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ૨૪ કલાકમાં પલસાણા માં ૯ ઇંચ, બારડોલીમાં ૭ ઇંચ મહુવા અને માંડવીમાં ૫.૫ ઇંચ સહિત સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૨૧ મી.મી અને સરેરાશ ૪ ઇંચ વરસાદ નોંધાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો જિલ્લામાં બારડોલી, પલસાણા, મહુવા અને માંડવીમાં નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થતાં લોકો અટવાયા હતા. ભારે વરસાદના પગલે  વહીવટી તત્ર દોડતું થયું હતું. દરમ્યાન આજે દિવસના વરસાદ ધીમો પડતા ગ્રામજનો અને વહીવટી તત્ર રાહત અનુભવી હતી.વરસાદ.       ઇંચ પલસાણા   ૯.૦બારડોલી.   ૭.૦મહુવા.       ૫.૫માંડવી.       ૫.૫ઉમરપાડા.   ૪.૦ચોર્યાસી.    ૩.૫માંગરોળ    ૨.૦કામરેજ.    ૧.૫ઓલપાડ.    ૧.૦સુરત શહેર.   ૩.૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.