અમરેલી શહીદ સ્મારક કોલેજ સર્કલ ખાતે વીર શહીદો ને રાષ્ટ્રપ્રેમી ઓની વંદના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uiijmrhkz5yfelub/" left="-10"]

અમરેલી શહીદ સ્મારક કોલેજ સર્કલ ખાતે વીર શહીદો ને રાષ્ટ્રપ્રેમી ઓની વંદના


અમરેલી આપણી આઝાદી અર્થે હસતાં મુખે ફાંસીને માંચડે ચઢી જનાર માં ભારતીના સપૂતો અમર ક્રાંતિકારી ભગતસિંહ સંધુ, સુખદેવ થાપર તથા શિવરામહરી રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરતું સંવેદન ગૃપ

સન ૧૯૩૧ ની ૨૩મી માર્ચે આઝાદીના દિવાના માં ભોમ માટે ફના થઈ ગયાં તેને ૯૩ વર્ષ પુરા થયાં, ક્રાંતિની મિસાલ બનેલાં આ વીરોને વધાવતા કુદરત પણ શહીદોને વંદન કરી રહી હોય એમ આજે સંધ્યા કાળે આકાશમાં પણ સ્વંયભુ કેસરિયો છવાયો હતો.

અમરેલીના શહીદ સ્મારક કોલેજ સર્કલ ખાતે માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્ટી દિપક મહેતા સાથે રાષ્ટ્રપ્રેમી નાગરિકો પેન્ટર ડી.જી. મહેતા, તેજસ્વી વુમન્સ ક્લબના આશાબેન મહેતા, વેપારી અગ્રણી રાજેશભાઈ ગાંધી, ઈન્દીરા શોપિંગ સેન્ટરના પ્રમુખ યોગેશભાઈ કોટેચા, પંકજભાઈ રાજ્યગુરુ, કૌશિકભાઈ તલાટી વગેરેએ વીરોને ભાવાંજલિ અર્પણ કરી હતી તેમ સંવેદન ગૃપના ધર્મેન્દ્ર લલાડિયાએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]