રાજકોટ શહેર મહાનગરપાલિકા ICDS વિભાગ દ્વારા ભુલકાં મેળાનું આયોજન કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8uww7qimvighorsm/" left="-10"]

રાજકોટ શહેર મહાનગરપાલિકા ICDS વિભાગ દ્વારા ભુલકાં મેળાનું આયોજન કરાયું.


રાજકોટ શહેર તા.૨૪/૯/૨૦૨૨ ના રોજ ગુજરાત સરકારશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની આંગણવાડી ખાતે લાભ લેતાં બાળકોના સર્વાંગી વિકાસ હેતુથી સતત કાર્યશીલ રહે છે. બાળકોમાં “પોષણ સાથે શિક્ષણ” નો આધુનિક અભિગમ અપનાવી ગુજરાત સરકારશ્રી દ્વારા ભુલકાં મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. ભુલકાં મેળાના આયોજન અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર રાજકોટ મહાનગરપાલિકા અર્બન ICDS વિભાગ દ્વારા તા.૨૨/૯/૨૦૨૨ ના રોજ અભય ભારદ્વાજ કમ્યુનીટી હોલ ખાતે ભુલકાં મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. સરકારશ્રીની સુચના અનુસાર ‘TLM’ બેઈઝ ‘પોષણ સાથે શિક્ષણ’ ની થીમ આધારીત ભુલકાં મેળાનું આયોજન કરાયેલ હતું. જેમાં શૈક્ષણિક સંકલ્પનાઓ ધ્યાને રાખી ‘TLM’ બનાવવામાં આવેલ હતા. રાજકોટ મહાનગરપાલિકાના અર્બન ICDS વિભાગના ભુલકા મેળામાં આંગણવાડીના બાળકો દ્વારા દીપપ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ હતો. બાળકોને પ્રોત્સાહિન કરવા માનનીય ડે.મેયરશ્રી ર્ડા.દર્શિતાબેન શાહ અને માનનીય ચેરમેનશ્રી શિશુ કલ્યાણ વિભાગ, જ્યોત્સનાબેન ટીલાળા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ICDS વિભાગના કાર્યક્રમમાં કુલ ૧૫૦ થી વધુ ‘TLM’ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વૃક્ષો, પ્રાણી, હવા, મારો દેશ, વાહન, મારું શરીર, ખોરાક, ફળ, શાકભાજી,પક્ષીઓ, હું અને મારું કુટુંબ, ઋતુઓ, સુરક્ષા, પાડોશ અને સમાજ, પૃથ્વી અને સૃષ્ટી વગેરે થીમ પર આધારિત બેનમુન કૃતીઓ TLM આંગણવાડી કાર્યકર દ્વારા તૈયાર કરી અને પ્રદર્શિત કરવામાં આવેલ હતી. TLM માં ખાસ ‘લો-કોસ્ટ’ પ્રેઝન્ટેશન અને સર્જનાત્મક વિચારોને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. વધુમાં બાળકોના મનોરંજન માટે પપેટ શો અને છાપકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ હતી. આંગણવાડીના બાળકોને પોષણ સાથે શિક્ષણ તથા આસપાસના વાતાવરણની સચિત્ર સમજૂતી આપવા બાબતે સઘન પ્રયત્ન કરવામાં આવેલ છે. કાર્યક્રમ સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઓફીસરશ્રી હિરાબેન રાજશાખા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી મનીષાબા ઝાલા, શ્રી અનસુયાબેન ભેંસદડીયા, શ્રી તૃપ્તિબેન કામલીયા તથા તમામ સેજાના મુખ્યસેવિકાશ્રીઓ તેમજ અન્ય કર્મચારી ગણે ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]