વિસાવદર મામલતદાર કચેરીના સી.સી.ટી. કેમેરા હવે તો ચાલુ કરો:ટિમ ગબ્બરની રજુવાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8s9maczm09hzxtg1/" left="-10"]

વિસાવદર મામલતદાર કચેરીના સી.સી.ટી. કેમેરા હવે તો ચાલુ કરો:ટિમ ગબ્બરની રજુવાત


વિસાવદર મામલતદાર કચેરીના સી.સી.ટી. કેમેરા હવે તો ચાલુ કરો:ટિમ ગબ્બરટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી,કલેકટર,પ્રાંતઅધિકારી,મામલતદાર વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,હાલ ગુજરાતમાં સુપ્રીમ કોર્ટે ના આદેશ અનુસાર તમામ સરકારી કચેરીમાં અને જાહેર સ્થાનો પર સીસી ટીવી કેમેરા લગાવવા ફરજીયાત કરેલ છે અને તમામ સરકારી કચેરીઓમાં જાહેર સ્થળો ઉપર સી.સી. ટીવી કેમેરા લગાવવામાં આવેલ છે ત્યારે વિસાવદર મામલતદાર કચેરીના સ્ટાફ રૂમમાં તેનું ચોવીસ કલાક રેકોર્ડિંગ થાય તેવી વ્યવસ્થા કરવા કેમેરા લગાવેલ છે પણ જાણી જોઈને તેમની પિન કાઢેલી હોય તે રીતે નીચે લટકતી હોય તેમ દેખાઈ રહી છે અને તે પિન ચાલુ કરવામાં આવતી હોય તેવું દેખાતું નથી તેથી અરજદાર ક્યારે આવ્યા તેમનું શુ કામ કેવી રીતે કોના મારફતે કરવામાં આવેલ તેમની સાથે કોણ વચેટીયા કે દલાલ હતા તે કેમેરામાં આવતું ન હોય અને અરજદાર પાસેથી ક્યાં કામની શુ ફી લેવામાં આવેલ કેટલી ફી લેવામાં આવેલ કેટલી રકમની પહોંચ આપવામાં આવેલ તેના કોઈ પુરાવા રેકર્ડ કરવામાં આવતા ન હોય અને સરકારી તંત્ર દ્વારા જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે ઉપરી અધિકારીની તમામ જવાબદારી હોવા છતાં ઉપરી અધિકારીઓ આંખ આડા કાન કરીને આવા પુરાવાઓનો નાશ કરવામાં મદદગારી કરી રહ્યા છે અને પુરાવાનો નાશ કરવામાં આવતો હોય અને જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી ઓફિસમાં લગાવવામાં આવેલા તમામ કેમેરા ચાલુ કરવાટિમ ગબ્બર ની રજુઆત છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]