ગઢડાના ભીમડાદ ગામે ખજૂરભાઇ આવતા આખું ગામ જોવા ઉમટ્યું નિરાધાર ભાઇ બહેનને નવું મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kcafkxtpuo7unzf6/" left="-10"]

ગઢડાના ભીમડાદ ગામે ખજૂરભાઇ આવતા આખું ગામ જોવા ઉમટ્યું નિરાધાર ભાઇ બહેનને નવું મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરી


સેવાના ભેખધારી અને હજારો મકાનવિહોણા લોકોને મકાન બનાવી આપનાર તેમજ હંમેશા ગરીબ અને નાના માણસોની મદદ કરનાર ખજૂરભાઇ ગઢડાના ભીમડાદ ગામે નિરાધાર ભાઇ બહેનની વ્હારે આવ્યા હતા જ્યારે ખજૂરભાઇ ને જોવા અને સેલ્ફી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમદાડ ગામે રહેતા ગરીબ અને નિરાધાર ભાઇ બહેન કે જેઓને રહેવા માટે કાચું મકાન હતું અને આ બંને ભાઇ બહેન થોડા માનસીક પણ હતા અને એકલવાયું જીવન જીવી રહ્યા હતા ત્યારે ગામના સેવાભાવી યુવાનો વીડીયો બનાવી ખજૂરભાઇ સુધી પહોંચાડતા નીતીન જાની ઉર્ફે ખજૂરભાઇ આજે ભીમડાદ ગામે આવ્યા હતા અને બંને ભાઇ બહેન માટે સુંદર અને સુવિધાયુક્ત મકાન બનાવવાની ખાતરી આપી હતી તરત જ જીસીબી બોલાવી કાચું મકાન જમીનદોસ્ત કરીને નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામા આવી હતી ભીમડાદ ગામે ખજૂરભાઇ આવ્યાના આ સમાચાર વાયુ વેગે ફેલાતા આખું ભીમડાદ ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ખજૂરભાઇ ને જોવા ઉમટ્યા હતા અને ખજૂરભાઇ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]