બોટાદ ખાતે જીલ્લા સરકારી કર્મચારીઓની બાઈક રેલી યોજાઇ - At This Time

બોટાદ ખાતે જીલ્લા સરકારી કર્મચારીઓની બાઈક રેલી યોજાઇ


બોટાદ ખાતે જીલ્લા સરકારી કર્મચારીઓની બાઈક રેલી યોજાઇ

બોટાદ ખાતે જિલ્લાના સરકારી કર્મચારી મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે વિશાળ બાઈક રેલી યોજી સંગઠન શક્તિનો પરિચય આપવામાં આવ્યો હતો.

તાજેતરમાં રાજયની ચૂંટણી ના પડઘમ વાગતાજ સરકારથી નારાજ અને વિવિધ પડતર પ્રશ્નો ના નિરાકરણ ની માંગણી સાથે સરકારી તંત્ર સાથે જોડાયેલા જુદા જુદા મોરચા અને સંગઠનોએ નાક દબાવવા નું અને પ્રશ્નો ના નિરાકરણ લાવવા નું સમયોચિત આયોજન કરી સરકાર ને ચૂંટણી પહેલા ઘેરવા અને ચૂંટણી પૂર્વે જ શાસનમાં વાત નો પડઘો પડતો હોવાનું નક્કી કરી કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

ત્યારે બોટાદ ખાતે જિલ્લાના સરકારી તમામ કર્મચારીઓએ જુની પેંશન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો ને લઈને બાઈક યોજી રેલી યોજી હતી. બોટાદ શહેરમાં આવેલી કોળી બોર્ડીંગ થી કલેકટર કચેરી સુધી વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત સરકારી કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત કર્મચારીઓ ના પ્રશ્નો ઉકેલવા માંગણી કરવામાં આવી હતી.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.