ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ પંથકમાં સેમરવાવ પાસે અજાણ્યા વાહને હડફટે ચડી જતાં વન્ય પ્રાણી દીપડાનું કમ કમાટી ભર્યું અકસ્માતથી મોત વન્ય પ્રાણી પ્રેમીઓમાં રોષ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ પંથકમાં સેમરવાવ પાસે અજાણ્યા વાહને હડફટે ચડી જતાં વન્ય પ્રાણી દીપડાનું કમ કમાટી ભર્યું અકસ્માતથી મોત વન્ય પ્રાણી પ્રેમીઓમાં રોષ


તા:7 ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ પંથકમાં સોમરવાવ પાસે રોડ અકસ્માતમાં અજાણ્યાં વાહન ચાલકે વન્યપ્રાણી દીપડાને હડફેટે લેતાં રસ્તા ઉપર જ ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત થયું હતું જેમની જાણ ત્યાંના સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને કરી હતી જેની જાણ વેરાવળ તાલુકાનાં સેમરવાવ ગ્રામજનો એ વન વિભાગને કરતાં એવું જણાવ્યું હતું કે ગઈકાલે સમી સાંજનાં રોજ દીપડો રોડ ક્રોસિંગ કરી રહ્યો હોય ત્યારે આ બનાવ બન્યો હોય અને અજાણ્યા ફોર વ્હીલ ચાલકે આ દીપડાને હડફેટે લેતાં જેમની જોરદાર ઠોકર લાગવાથી દીપડો ઉછળીને રોડ ઉપર પટકાતાં જ ઘટનાં સ્થળે આ દીપડાનું મૃત્યુ થયું હતું ત્યાંથી તરતજ વાહન ચાલક પણ ફરાર થઈ ગયો હોય જેમની જાણ તાત્કાલિક વન વિભાગને ગ્રામજનોએ કરી હતી

ત્યારે આવાં રોડ ઉપર પુરપાટ ઝડપે આવતાં વાહન ચાલકો સામે વન્ય પ્રાણી પ્રેમીઓમાં રોષ જોવાં મળ્યો હતો જેમની જાણ ગ્રામજનોને થતાં તરત વન વિભાગને જાણ કરીને આ બનાવનાં પગલે વન વિભાગે ત્યાંથી પ્રચાર થતાં અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરીને તપાસ ચાલું કરી છે જેમાં અજાણ્યા વાહન ચાલક વિરુધ ઞુનો નોંધીને આઞળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ત્યાં સ્થળ પર જ દીપડાનાં મૃતદેહનું પંચનામુ કરીને આ દીપડાને પી.એમ અર્થે વન વિભાગનાં કર્મચારીઓએ મોકલી આપવામાં આવ્યો હતો આ તમામ માહિતી મયુરભાઈ બાબુભાઈ પરમારએ વન વિભાગને આપી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.