બજારમાં ઓર્ગેનિક કલર તેમજ પિચકારીઓનું ધૂમ વેંચાણ, ભાવમાં 20% વધારો,પતાસા-ધાણીની ડિમાન્ડ વધી - At This Time

બજારમાં ઓર્ગેનિક કલર તેમજ પિચકારીઓનું ધૂમ વેંચાણ, ભાવમાં 20% વધારો,પતાસા-ધાણીની ડિમાન્ડ વધી


હોળી-ધુળેટીનાં તહેવારો નજીક આવી રહ્યો છે. ત્યારે આ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે અત્યારથી જ લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં સદર બજાર સહીત છૂટક અલગ અલગ વિસ્તારોમાં કલર તેમજ પિચકારી ઉપરાંત ધાણી અને દાળિયાની ઘરાકી જામી છે. ગતવર્ષની તુલનાએ તમામ વસ્તુના ભાવમાં 15 ટકા જેટલો વધારો થયો હોવા છતાં આ તહેવારોની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવતા ઘરાકીમાં વધારો થવા શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.