અમરેલીમાં નગરપાલિકા હસ્તે સરકારી ઈંગ્લીશ મિડિયમ શાળા ગુજરાત માં સર્વે પ્રથમ શરૂ થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7nxkrthcl79wtayd/" left="-10"]

અમરેલીમાં નગરપાલિકા હસ્તે સરકારી ઈંગ્લીશ મિડિયમ શાળા ગુજરાત માં સર્વે પ્રથમ શરૂ થશે


અમરેલીમાં નગરપાલિકા હસ્તે સરકારી ઈંગ્લીશ મિડિયમ શાળા ગુજરાત માં સર્વે પ્રથમ શરૂ થશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાની મંજૂરી માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન.શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર માનતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જુન-૨૦૨૨ થી શુભારંભ પ્રવેશ પ્રક્રિયા શરૂ, એક વર્ગમાં ૩૦વિદ્યાર્થીઓને પ્રવેશ સારહી યુથ ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંધાણી,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શનમાં નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી અને નગર પાલિકાની ટીમના સહકાર થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી,વાઈસ ચેરમેન દામજીભાઈ ગોલ,શાસનાધિકારી શ્રી હિરેનભાઈ બગડા અને શિક્ષણ સમિતિની સમગ્ર ટીમના પ્રયત્નોથી અમરેલી શહેરને સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવા દરખાસ્ત કરેલ હતી,જેની મંજુરી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી દ્વારા મંજુરી મળતા જુન-૨૦૨૨ના શરૂ થતા નવા સત્રથી અમરેલી શહેરની મધ્યમાં લાયબ્રેરી સામે રામજી મંદિર પાસે તાલુકાશાળાના અદ્યતન આધુનિક ડિજીટલ ઉપકરણોથી સજ્જ બિલ્ડીંગમાં અંગ્રેજી માધ્યમની સ્માર્ટ શાળાનો શુભારંભ થઇ રહ્યો છે,જેમાં અંગ્રેજી માધ્યમનું ઉચ્ચતમ ગુણવતા યુક્ત ૨૧મી સદીને અનુરૂપ શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે સ્માર્ટ બોર્ડ,સગવડતા યુક્ત બેન્ચીસ, ઓડિયો વિડીયો વિજયુલ,પ્લેઝોન એરિયા,ફ્રી પાઠ્યપુસ્તક, ફ્રી ડ્રેસ, ટ્રાન્સપોટેશન સુવિધા,મલ્ટી એક્ટીવીટી વિદ્યાર્થી વાલી કાઉન્સલિંગ સહિતની સગવડતા સાથે ક્વોલિટી એજ્યુકેશન અને આધુનિક હાઈટેક સમયની માંગ મુજબનું શિક્ષણ ઉપલબ્ધ થશે. આ તકે ભાવેશભાઈ સોઢા, મેહુલ ધોરાજીયા, રસિક પાથર, દિલીપસિઁહ ઠાકોર, દિવ્યેશ વેકરીયા, નીખીલ આશર, પરેશ દાડા, નિમિષા પંડ્યા, ભાવેશ પરમાર, મનીશ સીપરા, અતુલપરી ગોસાઈએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]