આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ બનતાં સીતાંશુ કોટક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wwhtoixr9tptskgb/" left="-10"]

આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ બનતાં સીતાંશુ કોટક


સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે ‘ગૂડ ન્યુઝ’ મળી રહ્યા હોય તેવી રીતે ટીમ સૌરાષ્ટ્રના પૂર્વ ખેલાડી તેમજ નેશનલ ક્રિકેટ એકેડેમી અને ઈન્ડિયા ‘એ’માં બેટિંગ કોચની ભૂમિકા ભજવી રહેલા સીતાંશુ કોટકને ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચની અત્યંત મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આફ્રિકા સામેની પાંચ મેચની ટી-20 શ્રેણી માટે સીતાંશુ કોટક ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચની જવાબદારીનું વહન કરશે. આફ્રિકા શ્રેણી પૂર્ણ થયા બાદ તેઓ આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રહેશે. સીતાંશુ કોટક આજથી જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયા છે અને હવે તેઓ આયર્લેન્ડ શ્રેણી પૂર્ણ કર્યા બાદ ફરી એનસીએમાં પરત ફરશે. બીજી બાજુ આફ્રિકા શ્રેણી દરમિયાન જ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થનાર છે ત્યારે તેમાં ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિતનો સ્ટાફ ટીમ સાથે જ ઈંગ્લેન્ડ રવાના થશે.

સીતાંશુ કોટક 20 વર્ષ સુધી ટીમ સૌરાષ્ટ્ર વતી ‘ધરીરૂપ’ મતલબ કે ટીમના ચાવીરૂપ ખેલાડી તરીકે રમી ચૂક્યા છે. આ પછી તેઓ નિવૃત્ત થયા બાદ પાંચ વર્ષ સુધી સૌરાષ્ટ્ર ટીમના કોચ તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. અહીંથી તેઓ ઈન્ડિયા ‘એ’ ટીમને કોચિંગ આપી ચૂક્યા છે જેમાં તેઓ શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા સહિતના દેશો સામે ટીમ ઈન્ડિયાને કોચિંગ આપ્યું છે. હાલ તેઓ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બેટિંગ કોચ તરીકેની જવાબદારી નીભાવી રહ્યા છે જ્યાં તેમણે ટીમ ઈન્ડિયાના સીનિયર, જુનિયર સહિતના તમામ ખેલાડીઓ સાથે કામ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]