હિંમતનગરખાતે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની અધ્યક્ષતામાં પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩ જિલ્લાકક્ષાનોકાર્યક્ર્મ યોજાયો - At This Time

હિંમતનગરખાતે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની અધ્યક્ષતામાં પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩ જિલ્લાકક્ષાનોકાર્યક્ર્મ યોજાયો


*હિંમતનગર ખાતે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની અધ્યક્ષતામાં પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩ જિલ્લાકક્ષાનો કાર્યક્ર્મ યોજાયો*
**************
*પરીક્ષા એ ડર નથી પરંતુ જીવનનું નવીન સોપાન છે.વિધ્યાર્થીઓએ પરીક્ષાને એક ઉત્સવની જેમ માણવો જોઇએ*
-ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા
***********************
*જિલ્લાની ૩૨૯ શાળાઓના વિધ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીંવત પ્રસારણ નિહાળ્યુ*
******************

વિધ્યાર્થીઓને ચિંતામુક્ત,આત્મવિશ્વાસ અને ભયમુક્ત રીતે પરીક્ષા આપે તે માટે વિધ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરવાનો નાતો છેલ્લા કેટલાક વર્ષથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાવ્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા શિક્ષણવિભાગ દ્વારા આયોજીત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ-૨૦૨૩ હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની અધ્યક્ષતામાં નલિનકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે યોજાયો હતો.
વિધ્યાર્થીઓને સંબોધન કરતાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ જણાવ્યું હતુ કે વિધ્યાર્થીકાળ દરમિયાન જેમ જેમ પરીક્ષા નજીક આવે ત્યારે વિધ્યાર્થીઓ તણાવમાં આવી જાય છે. વિધ્યાર્થીઓને પરીક્ષાના ડર સાથે માનસિક ભાર સતાવે છે.વિધ્યાર્થીઓએ પોતાના પર વિશ્વાસ રાખીને સમજવું જોઇએ કે પરીક્ષાએ ડર નથી પરંતુ જીવનનું નવીન સોપાન છે. જેના થકી જીવનમાં ધાર્યા પરીણામ મેળવી શકાય છે.આથી વિધ્યાર્થીઓએ પરીક્ષાને એક ઉત્સવની જેમ માણવો જોઇએ.
જી.યુ.ડી.સી.ના ડિરેક્ટરશ્રી જે.ડી.પટેલે જણાવ્યું હતુ કે વિધ્યાર્થી અવસ્થામાં વિધ્યાર્થીઓને અનેક પ્રકારની ચિંતા આવી જાય છે. જેમ કે મને યાદ નથી રહેતું,મે જે વાંચ્યુ છે તે પરીક્ષામાં આવડશે કે કેમ ? પરંતુ વિધ્યાર્થીમિત્રો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમે પોતે ઇશ્વરે બનાવેલી એક પરમ શક્તિ છો. વિધ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તક સિવાયના સારા પુસ્તકોનું પણ વાંચન કરવું જોઇએ.વાંચન થકી જીવનમાં આવતી સમસ્યાઓનું સરળતાથી નિવારણ કરવાની કલા આપોઆપ વિકસિત થાય છે.

જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતુ કે ઘણી વ્યસ્તતાઓની વચ્ચે પણ દેશના વડાપ્રધાનશ્રી યોગ્ય સમયે, વિધ્યાર્થીઓને પરીક્ષાના છૂપા ભયને ટાળવા અને ઉત્કૂષ્ઠ પરીણામ માટે વિધ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. જીવન આખુ એક પરીક્ષા છે. જીવનની કોઇ પણ પરીક્ષા ડર સાથે આપવામાં આવે તો તેની માઠી અસર પરીણામ ઉપર પડે છે.આથી માનસિક સંતુલન, આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ સાથે પરીક્ષા આપવી જોઇએ. વિધ્યાર્થીઓને ભાવિ પરીક્ષા માટે શુભેચ્છઓ પાઠવી હતી.
આગામી ૧૪ માર્ચ થી ૨૯ માર્ચ ૨૦૨૩ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. ત્યારે જિલ્લાની ૩૨૯ શાળાના વિધ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખશ્રી યતિનાબેન મોદી,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી રમીલાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ .શાહ, મહિલા અગ્રણી કું.કૌશલ્યાકુવરબા,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મિતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, વિવિધ અમલીકરણ અધિકારીશ્રી, શિક્ષકશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
**************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.