સાબરકાંઠામાં ૩૦ જાન્યુઆરી શહીદ દિને શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે - At This Time

સાબરકાંઠામાં ૩૦ જાન્યુઆરી શહીદ દિને શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે


સાબરકાંઠામાં ૩૦ જાન્યુઆરી શહીદ દિને શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ
જિલ્લા કલેક્ટરશ્રી
.........................
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૩ને સોમવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવશે. જિલ્લાની તમામ સરકારી ઓફિસોમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયા દ્રારા જાહેર અપિલ કરવામાં આવી છે.
સોમવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવા સુચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.

શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા સૌને અપીલ કરવામાં આવી છે.

૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.