અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકાર એકતા અધિવેશન કાર્યક્રમ યોજાયો. - At This Time

અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકાર એકતા અધિવેશન કાર્યક્રમ યોજાયો.


અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા દરેક પત્રકારોની એકબીજા સાથે ઓળખાણ થાય તે હેતુથી સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેર અને જિલ્લાના સાણંદ,બાવળા,ધોળકા,વિરમગામ, ધંધુકા, માંડલ તેમજ દેત્રોજ તાલુકાઓમાંથી પત્રકારો હાજર રહ્યાં હતાં અત્યાર સુધીમાં પત્રકારોને આવું અધિવેશન અમદાવાદ ખાતે ક્યારેય મળ્યું નહોતું જેમાં એનેક પત્રકારો સહીત વરિષ્ઠ અને અનુભવી પત્રકારો જોડાયા હતાં અને આ પત્રકાર એકતા પરિષદના સંમેલનને કાર્યક્રમને યશસ્વી બનાવ્યું હતું,

સંમેલનમાં નરોડા ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ શ્રી ભરતભાઇ પટેલ તેમજ તેમજ સેક્રેટરી શ્રી અજયભાઈ પટેલ તેમજ બહેરા - મૂંગા સ્કૂલના વાઇસ ચેરમેન શ્રી બિપીનભાઈ પટેલ અંધજન મંડળના શ્રી દિનેશભાઈ હાજર રહ્યાં હતાં. પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા, ઈન્ચાર્જ પ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવૈયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઇ કલાલ, મહિલા સેલ અધ્યક્ષ કાજલબેન વૈષ્ણવ ૯ ઝોન ના પ્રભારી ભરતસિંહ રાઠોડ અને અન્ય જિલ્લામાંથી આવેલા પદાધિકારીઓ જિલ્લા પ્રમુખો હાજર રહ્યાં હતાં, આમંત્રિત મહેમાનો અને તાલુકામાં થી આવેલા પ્રમુખોને તેમજ જીલ્લાના પ્રભારી ઓની તેમજ કારોબારી ટીમને મોમેન્ટો આપી સન્માનિત કર્યાં હતાં,

પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચનમાં પત્રકાર એકતા પરિષદની રચના થઈ ત્યારથી અત્યાર સુધીની સફર અંગે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો, પત્રકાર એકતા પરિષદના મહિલા સેલના અધ્યક્ષ શ્રી કાજલબેન વૈષ્ણવે મહિલાઓને એક થવા અને નારી સંરક્ષણ વિષયે વિસ્તૃત ર્ચા કરી હતી જ્યારે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ પત્રકારોના હક અને પત્રકારોને એક થઇ અને સંગઠન મજબૂત કરી પત્રકારોની માંગોને સરકાર સામે રજૂઆત કરી હતી તેની સંપૂર્ણ રૂપરેખા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમનું સંચાલન શ્રી સમીરભાઈ બાવાણી તેમજ પ્રવીણભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે ભોજન લઈ અને પત્રકારો છૂટા પડયાં હતાં.

Report by : - Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.