પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં રામનવમી ના પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/78mfvw1zup6tfcwe/" left="-10"]

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં રામનવમી ના પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી


પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં રામનવમી ના પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ તારીખ૧૭/૦૪/૨૦૨૪ ને બુધવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં રામનવમી ના પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામનવમી ના પવિત્ર દિવસે જગ્યા માં રામયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે ૧૨:૦૦ વાગ્યે રાઘવેન્દ્ર સરકાર ભગવાન શ્રી રામ અને ઠાકર શ્રી વિહળાનાથ ની ભવ્ય મહાઆરતી ઢોલ નગારા અને ફટાકડા ફોડી કરવામાં આવી હતી મહા આરતી માં જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા અને બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ સહિત ખુબ મોટી સંખ્યા માં ઠાકર ના સેવકો વિહળ પરિવાર અને ગામ ના સૌ નગરજનો ખુબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા રામનવમી ના પર્વ નિમિત્તે જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા શ્રી બણકલ ગૌશાળા માં ગાયો ને ૨૦૦૦ કિલો તરબૂચ , ૨૫ મણ લાપશી અને કપાસીયા આપવામાં આવ્યા હતા અને જગ્યા માં સૌ કોઈએ રામનવમી ના ઉત્સવ ને ઉજવી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી
અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]