ભાજપમાંથી વાવ-વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ફોર્મ ભર્યું. - At This Time

ભાજપમાંથી વાવ-વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ફોર્મ ભર્યું.


ભાભર થી સુઇગામ સુધી રેલી સ્વરૂપે બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા સુઈગામ પ્રાંત કચેરીએ આવી ફોર્મ ભર્યું.ભાભર તાલુકાના અબળા મુકામે યોજાયેલી સભામાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકોની જનમેદની ઉમટી.

ભાજપના ઉમેદવાર તરીકે વાવ વિધાનસભામાંથી સ્વરૂપ ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાજપે તેમના ઉપર વિશ્વાસ મૂકીને મેન્ડેડ આપ્યું છે, ત્યારે ભાભર ના અબાળા ખાતે જનસભા ને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા માટે સુઇગામ પ્રાંત કચેરી ખાતે આવીને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું, ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સ્વરૂપ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે જેવી રીતે ભાજપ સરકાર વિકાસ કામોમાં અગ્રસર રહીને કામ કરે છે તેવી જ રીતે વાવ સુઇગામ ભાભર માં પણ વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કરીશ સાથે વાવની જનતા મને વિજય બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon