કેશોદના ભાટ સીમરોલી ગામની જુગાર રેઈડમાં  પોલીસની શંકાસ્પદ ભૂમિકા???  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6ybmofb1xmt5y5il/" left="-10"]

કેશોદના ભાટ સીમરોલી ગામની જુગાર રેઈડમાં  પોલીસની શંકાસ્પદ ભૂમિકા??? 


બહાર ગામના જુગારીઓ ઝડપાયા સ્થાનિક કોઈ નહી???

 કેશોદ પોલીસ સ્ટાફને ખાનગી રાહે મળેલી માહિતી મુજબ કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામે રામાપીરના મંદિર પાસે ભરતભાઈ પરસોતમભાઈ ચુડાસમાનાં ઘર નજીક જાહેરમાં જુગાર રમતાં હોય જે બાતમીના આધારે કેશોદ પોલીસ સ્ટાફ બાતમીના સ્થળે પહોંચતા જાહેરમાં જુગાર રમતાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કેશોદ પોલીસ દ્વારા ભાટ સિમરોલી ગામે જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર  રમતા રેઇડ દરમ્‍યાન ત્રણ જુગારીઓને કુલ કિ.રૂ.૩૩૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા ભગવાનજીભાઇ હરીભાઇ ઠુંબર ઉ.વ.૪૫ રહે.દરસાલી ગામ તા.માંગરોળ, વિરસુખભાઇ વાલાભાઇ ગોહેલ ઉ.વ.૪૮ રહે.માંગરોળ શાપુર દરવાજા, નવા બસ સ્ટેશનની બાજુમા તા.માંગરોળ,દિપકભાઇ જેશાભાઇ ચુડાસમા ઉ.વ.૪૦ રહે.બાવા સિમરોલી તા.કેશોદની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે કેશોદના ભાટ સીમરોલી ગામે જુગાર રમતાં ઝડપાયેલાં જુગારીઓ પાસેથી કેશોદ પોલીસને અંગજડતીમાં મોબાઈલ ફોન કે વાહનો અને અન્ય રોકડ રકમ મળી ન આવતાં અને 

સ્થાનિક સિવાય તમામ જુગારીઓ બહાર ગામના જ હોય જુગાર રેઈડ કાર્યવાહી કરવામાં કાંઈક રંધાયું હોવાની ચર્ચા ચાલી રહીછે જે બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવશે પણ હાલ જુગાર રેઈડનો મુદો ચર્ચાનો વિષય બન્યો છે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]