*થાનગઢ ખાતે S.S.C તેમજ H.S.C બોર્ડની પરીક્ષા શરૂ: પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાઉં ન રહે તે માટે આજે મોટે ભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક - પુષ્પગુચ્છ અર્પણ કરી, થાનગઢ મ્યુનિસિપલ હાઈસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરા કરાવી સ્વાગત કરાયું હતું* - At This Time

*થાનગઢ ખાતે S.S.C તેમજ H.S.C બોર્ડની પરીક્ષા શરૂ: પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાઉં ન રહે તે માટે આજે મોટે ભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક – પુષ્પગુચ્છ અર્પણ કરી, થાનગઢ મ્યુનિસિપલ હાઈસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરા કરાવી સ્વાગત કરાયું હતું*


◼️ થાનગઢ: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો શુભારંભ થયો છે. ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં કૌશલ્ય ઝળકાવવા લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાઉં ન રહે તે માટે આજે ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક - પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠા કરાવીને સ્વાગત કરાયું હતું. . આ પ્રકારના ઉત્સાહપૂર્ણ સ્વાગતથી પરીક્ષાર્થીઓમાં આત્મવિશ્વાસનો વધારો થયો હતો.‌ આજથી શરૂ થયેલી ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપી રહ્યા છે. ધો. ૧૦-૧૨ની પરીક્ષા ન્યાયિક માહોલ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શિક્ષણ વિભાગ અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા કડક પ્રબંધો કરાયા હતા. "હમ હોંગે કામયાબ... મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ હમ હોંગે કામયાબ...." આવા ભરોસા સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આપણે આવો મળીએ કેટલાક શિક્ષકો અને આચાર્યને અને એમની પાસે એમના અભિપ્રાય મેળવીએ.

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.