સ્પોર્ટ્સ કરાટે એસોસિયન બોટાદ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં આદર્શ બી.સી.એ. કોલેજની ખેલાડી જિલ્લા કક્ષાએ પ્રથમ - At This Time

સ્પોર્ટ્સ કરાટે એસોસિયન બોટાદ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં આદર્શ બી.સી.એ. કોલેજની ખેલાડી જિલ્લા કક્ષાએ પ્રથમ


સ્પોર્ટ્સ કરાટે એસોસિયન બોટાદ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં આદર્શ બી.સી.એ. કોલેજ ની ખેલાડી જિલ્લા કક્ષાએ પ્રથમ

તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ બી.સી.એ.કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી દેઢિયા અલીશા પી. તા 10/03/2024 ના રોજ જ્ઞાન મંદિર સ્કૂલ બોટાદ ખાતે આયોજીત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર બોટાદ જિલ્લાનું તેમજ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદનું ગૌરવ વધારેલ છે.તેમજ ગોલ્ડ મેડલ મેળવેલ.જે સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડિયા તેમજ વિભાગના આચાર્ય,સ્ટાફ ગણ,ટ્રેનરએ અને આદર્શ શૈક્ષણિક સંકુલ પરિવાર વતી ખેલાડીને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.