- સાબરકાંઠા - અરવલ્લી લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી... - At This Time

– સાબરકાંઠા – અરવલ્લી લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી…


- રાજેન્દ્રસિંહ કુંપાવત ( સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ),
- તુષાર ચૌધરી ( ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય ),
- ડાહ્યાભાઇ ચૌધરી ( સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ),
- કમલેશ પટેલ ( ગત હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર ),
- ડૉ. રાજન ભગોરા ( ભિલોડા )
- જશુભાઇ પટેલ ( બાયડના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન ),
- રાજેન્દ્રસિંહ ઠાકોર ( પૂર્વ ધારાસભ્ય મોડાસા, ૨૦૧૯ ની લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે )

- સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અશોકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બંધબારણે કોરકમીટીની મિટિંગ મળી હતી, જેમાં સાબરકાંઠા લોકસભાના પ્રભારી કાંતિભાઇ ખરાડી, દિનેશભાઇ ગઢવી તેમજ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ પટેલ, રામભાઇ સોલંકી, બેચરસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુમ્પાવત, રતનબેન, ભરતસિંહ, શુરવીરસિંહ, એસ.કે.ઝાલા, કમળાબેન, પ્રિયવદન પટેલ, ટી.વી.પટેલ, રાજુભાઇ ડોણ, લીલાબેન, અશોક લિલી, મુકેશભાઇ સેવાદળ, હર્ષદભાઇ ઉપસ્થિતિમાં ઉમેદવારોએ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી હતી...

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.