જસદણમાં લાખો રૂપિયાના વિલાયતી દારૂનો નાશ: પ્યાસીઓના મોઢે ફુવારા છૂટ્યા - At This Time

જસદણમાં લાખો રૂપિયાના વિલાયતી દારૂનો નાશ: પ્યાસીઓના મોઢે ફુવારા છૂટ્યા


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાતમાં દારૂબંધી છે આમ છતાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે અને પોલીસના હાથે પકડાય છે ત્યારે જસદણમાં સોળ હજાર કરતાં વધુ જુદી જુદી બ્રાન્ડનો વિલાયતી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો જસદણના બંધ રેલ્વે સ્ટેશનની બાજુના પટાંગણમાં જસદણ વીંછિયા આટકોટ ભાડલા જેવાં વિવિધ પોલીસ મથકોમાં વર્ષ દરમિયાન પકડાયેલ રૂપિયા ૩૬,૧૬,૮૬૫ લાખનો દારૂનો રોલર નીચે કચડી નાશ કરવામાં આવ્યો હતો ત્યારે હવામાં સુગંધ પ્રસરતા હાઈ વે પર પસાર થતાં પ્યાસીઓના મોઢામાં રીતસરના ફુવારા છૂટ્યા હતા જડબેસલાક બંદોબસ્ત વચ્ચે પોલીસ નશાબંધી અને પ્રાંત મામલતદાર કચેરીના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.