પંડયાના મુવાડા ગામે પાણી પુરવઠા યોજ્નાના કોન્ટ્રાકટરની નબળી કામગીરીના કારણે પાઈપો ખેતરોમાં ખુલ્લી. - At This Time

પંડયાના મુવાડા ગામે પાણી પુરવઠા યોજ્નાના કોન્ટ્રાકટરની નબળી કામગીરીના કારણે પાઈપો ખેતરોમાં ખુલ્લી.


મહીસાગર જીલ્લાના પંડયાના મુવાડા ગામે પાણી પુરવઠા યોજ્નાના કોન્ટ્રાકટરની નબળી કામગીરીના પાપે પાઈપો ખેતરોમાં ખુલ્લી.મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના મેયાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા પંડ્યાના મુવાડા ગામે કારંટા સુધારણા પાણી યોજનાની પાઈપો કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના કારણે ખેતરોમાં ખુલ્લી જોવા મળી. પાણી પુરવઠા વિભાગે નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા ઉદ્દેશ્યથી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી પરંતુ કોઈપણ પ્રકારના ધારાધોરણ જાળવ્યા વગર પાણીની પાઈપ નાંખતી વખતે ખેડૂતોના શેઢા (પાળા) તોડી નખાયા, નિયત માપ મુજબ પાણીની પાઈપલાઈન નાંખવામાં ન આવી જેને લઈને પાણીની પાઈપો હલ ખેતરોમાં ખુલ્લી જોવા મળે છે. કેટલીક જગ્યાએ પૂણ ન કરવામાં આવતા ખેડૂતોની જમીન ધોવાઈ જતા પાઈપો ખુલ્લી થઈ છે. આ અંગે ગામના જાગૃત નાગરિક હસમુખભાઈ પંડ્યાએ ગ્રામકક્ષાએ સરપંચને રજૂઆત કરી છે. તો બીજી તરફ તંત્રના અધિકારીને જાગૃત નાગરિકે જાણ કરતા ટીમ તપાસ અર્થે દોડી આવી હતી અને અધિકારી એસ.ઓ જે.જે. પટેલ દ્વારા સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની હૈયાધારણા આપી હતી. જો કે નબળી કામગીરી અંગે પાણી પુરવઠા વિભાગ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી ગામલોકોમાં આક્રેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ગામમાં પાણી આપવા માટે નવીન ટાંકો બનાવવાના સ્થાને ગામના વર્ષો જૂના ક્ષતિગ્રસ્ત ટાંકામાં આ યોજનાનું કનેક્શન આપવામાં આવ્યું છે. ત્યારે આ યોજના દ્વારા ગામલોકોને પાણી મળશે કે કેમ એ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સત્વરે ખેડૂતોના પ્રશ્નનો નિકાલ થાય અને ગામમાં નવીન ટાંકો બને તેવી ગ્રામજનોની માંગ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.