ગાંધીનગરની મહાપંચાયતમાં સાબરકાંઠાના કર્મચારીઓ હાજર રહ્યા........ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6fkxyz1nhu8tsgla/" left="-10"]

ગાંધીનગરની મહાપંચાયતમાં સાબરકાંઠાના કર્મચારીઓ હાજર રહ્યા……..


ગાંધીનગરની મહાપંચાયતમાં સાબરકાંઠાના કર્મચારીઓ હાજર રહ્યા........
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા ૯ માર્ચ ૨૦૨૪ ના રોજ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે યોજાયેલ મહાપંચાયત કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાઓમાંથી કેસરી ખેસ, ધજા-પતાકા, સાફા, કેસરી પહેરવેશ પહેરી મિતેશભાઈ ભટ્ટ, ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, ગૌતમભાઈ ભટ્ટ, નરેશભાઈ પટેલ, જે.ડી.પટેલ, પંકજભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, અક્ષયભાઈ પટેલ વગેરે પદાધિકારીઓ અને જિલ્લામાંથી 500 થી પણ વધુ સદસ્ય મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. જેમાં મહિલા કર્મચારીઓ પણ હાજર રહ્યા. કેસરિયા વસ્ત્રોમાં સજ્જ થઈ અને મોડી રાત સુધી સત્યાગ્રહ છાવણીમાં પેન્શન માટે ધરણામાં જોડાયા. અંતે ગૃહ મંત્રી સાથે વાતચીત કરી અને ટૂંક સમયમાં 1/ 4/ 2005 પહેલા ના કર્મચારીઓ માટે પેન્શન માટે ઠરાવ બહાર પાડવાની વાત થઈ અને 2005 પછીના મિત્રો માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ઠરાવ જોઈએ તેની તેની પ્રોસેસ કરવાની સંમતિ આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]