સારવારનો વધુ ચાર્જ ખંખેરનાર હોસ્પિટલને રિફંડ આપવા હુકમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6b0bgnv2zzmvdcv8/" left="-10"]

સારવારનો વધુ ચાર્જ ખંખેરનાર હોસ્પિટલને રિફંડ આપવા હુકમ


નિર્ધારિત ચાર્જ કરતા કોરોનાની સારવારનો વધુ ચાર્જ લીધો હતો

દર્દીને 1 લાખ પરત કરવા વોકહાર્ટ હોસ્પિટલને કોર્ટનો આદેશ

કોરોનાની સારવારના ચાર્જ મુદ્દે મહાનગરપાલિકાએ ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમ છતાં અનેક હોસ્પિટલે કોરોનાગ્રસ્ત લોકો પાસેથી મસમોટી રકમ ખંખેરી સરેઆમ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. આવા જ એક કેસમાં વીમાકંપનીએ તેમના પોલિસીધારક પાસેથી રાજકોટની ખાનગી હોસ્પિટલે કોરોનાની સારવારનો વધુ ચાર્જ ખંખેર્યાની રાજકોટ કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે કન્ઝયુમર કોર્ટે વધુ નાણાં ખંખેરનાર હોસ્પિટલને રૂ.1 લાખ પરત કરવા હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]