સાધુવાસવાણી રોડ પર ગાયે ઢીંક મારતાં વૃદ્ધ વેપારીનું મૃત્યુ - At This Time

સાધુવાસવાણી રોડ પર ગાયે ઢીંક મારતાં વૃદ્ધ વેપારીનું મૃત્યુ


દૂધ લેવા નીકળેલા વૃદ્ધને ગાયે ઢીંકે લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો : રખડતાં ઢોર હજુ કેટલાનો ભોગ લેશે?

શહેરમાં રસ્તે રઝળતા પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે, તેમજ ગાય સહિતના પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે, છતાં રસ્તે રઝળતા પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલી મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો. સાધુવાસવાણી રોડ પર દૂધ લેવા નીકળેલા વેપારી વૃદ્ધને ગાયે ઢીંક મારતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.