રાજકોટ શહેર ખંઢેરી પાસે તબેલામાં છુપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે ઈસમ ઝડપાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/69vjflrkjekfo1qe/" left="-10"]

રાજકોટ શહેર ખંઢેરી પાસે તબેલામાં છુપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે ઈસમ ઝડપાયો.


રાજકોટ શહેર તા.૧૫/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર રૂરલ LCB P.I વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રવિદેવ બારડ, પ્રકાશ પરમાર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ નજીક આવેલા ખંઢેરી સ્ટેડિયમ નજીક આવેલા પશુ રાખવાના તબેલામાં દારૂનો જથ્થો ઉતારેલ છે. બાતમીના આધારે કોન્સ્ટેબલ પ્રકાશ પરમાર અને ભાવેશ મકવાણા સહિતના સ્ટાફે દરોડો પાડતા તબેલામાં બનાવેલ ઓરડીમાંથી છુપાવેલ દારૂની ૨૬૪ બોટલ રૂ.૯૫ હજાર અને બિયરના ૪૮ ટીન રૂ.૪૮૦૦ મોબાઈલ ફોન મળી રૂ.૧.૨૫ લાખના મુદ્દામાલ સાથે દર્શન પ્રકાશ સોનારા જાતે.આહિર ઉ.૨૦ રહે.ખંઢેરી, પડધરી ને દબોચી પૂછપરછ હાથ ધરી હતી. અને દારૂ બિયરનો જથ્થો તેના પિતા પ્રકાશ કાના સોનારા વેંચવા માટે લઈ આવ્યાનું કબુલતા પોલીસે તેની શોધખોળ આદરી હતી.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]