રાજકોટ શહેરના જાણીતા ENT સર્જન ડો.હિમાંશુ ઠકકર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન. - At This Time

રાજકોટ શહેરના જાણીતા ENT સર્જન ડો.હિમાંશુ ઠકકર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.


રાજકોટ શહેર તા.૧૫/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરના જાણીતા ENT સર્જન ડો.હિમાંશુ ઠક્કરનું નામ વિશ્ર્વ કક્ષાએ પ્રસિદ્ધ થયું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ સ્થાપી ડો.હિમાંશુ ઠક્કરે કીર્તિમાન રચ્યો. ડો.ઠક્કરે મેડિકલ ફિલ્ડનો એક અનોખો કિસ્સો ઓપરેટ કર્યો કે જેમાં સુત્રાપાડા તાલુકા જીલ્લો ગીર સોમનાથના મતાના ગામનો એક બાળક વિસ્મય નકુમ કે જેની ઉંમર માત્ર ૩ વર્ષ હતી ત્યારે તેના સગાના જણાવ્યા મુજબ તે પ્લાસ્ટિકની સીસોટી ગળી ગયો હતો અને વારંવાર કફ ઉધરસ અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હતી. રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડો.હિમાંશુ ઠક્કર પાસે તપાસ કરાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે વિસ્મય ની શ્વાસનળીમાં જમણી બાજુ છે ક ઊંડે પ્લાસ્ટિકની સીસોટી ફસાયેલ હતી. જે ડો.હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે ગણત્રીની મિનિટો કોઈપણ જાતના કમ્પ્લિકેશન વગર કાઢી આપી બાળકને નવજીવન આપ્યું હતું. તબીબી જગતમાં પણ આ અનોખો કિસ્સો કહી શકાય કેમ કે કોઈ વસ્તુ આટલા લાંબા સમયથી ૭ વર્ષ જેવા લાંબા સમયથી શ્વાસનળીમાં ફસાયેલ હોય. ડો.ઠક્કર સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી બાળકને નવજીવન આપ્યું હતું. અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ સ્થાપી નવો કીર્તિમાન રચ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની સ્થાપના ૨૦૦૬માં થયેલ અને ત્યારથી અલગ-અલગ ફિલ્ડમાં કંઇક વિશેષ યોગદાન અને અનોખી સિદ્ધિ હાંસલ કરનારને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે છે. જે ખુબજ ગૌરવ અને સન્માનની બાબત ગણાય ડો.હિમાંશુ ઠક્કરે હાંસલ કરેલી સિદ્ધિ બદલ તેમને ચોરો તરફથી શુભેચ્છા મળી રહી છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon