જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારના વધુ 12 દરોડામાં 61 શકુનીઓ ઝડપાયા - At This Time

જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારના વધુ 12 દરોડામાં 61 શકુનીઓ ઝડપાયા


જામનગર, તા. તા. 17 ઓગષ્ટ 2022, બુધવારશ્રાવણ મહિનાના પ્રારંભથી જ જામનગર જિલ્લામાં ઠેર ઠેર જુગારના પડ જામી ચુક્યા હોય કાયદાના રક્ષકો દ્વારા દરોડો પાડી જુગારની જામેલી રંગતમાં ભંગ પાડવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં વધુ ૧૨ દરોડામાં ૬૧ ખેલંદાઓ પાસેથી રૂા. ૧.૩૪ લાખની રોકડ કબ્જે કરવામાં આવી છે. લાલપુરના સણોસરી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગારરમતા જયેશ ચાકરિયા, ઉપેન્દ્રસિંહ સોઢા, જગદીશ ચાકરીયા, લાલજી બાંભણીયાની અટકાયત કરી રોકડ રૂા. ૧૫,૦૮૦ કબ્જે કરી લાલપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જામનગર શહેરના શંટર ટેકરી ગણેશવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં જગદીશ વાઘેલા, દિપક વાઘેલાની અટકાયત કરી રોકડ રૂા. ૧૦,૭૦૦ કબ્જે કરી લઇ સીટી સી. ડીવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. જયારે પંચકોશી બી. ડીવીઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે રણજીત સાગર ડેમ પાસે જામ રણજીતસિંહ પાર્કની પાછળ જુગાર રમતા હુશેન ખફી, અજીત બ્લોચ, અને મેરૂભાઈ સાડમીયાને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂા. ૧૨,૧૩૦ કબ્જે કર્યા હતાં. અન્ય એક દરોડામાં પંચ એ. ડીવીઝન પોલીસે ગંગાજળા ગામમાં જાહેરમાં જુગટું ખેલતા રામ ઓડેદરા, અનિરૂધ્ધસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, નારૂભા ચુડાસમા અને દિનેશ સોલંકીને રોકડ રૂા. ૧૧,૨૫૦ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધ્યો છે. જયારે જામજોધપુર પોલીસે જામજોધપુર ટાઉનમાં અલગ અલગ ચાર જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા નયન જાદવ, ભાવેશ વરાણીયા, રિયાઝ બ્લોચ, અશગર બ્લોચ, જીતુભાઈ બુદરિયા, મહેશ કણસાગરા, ભરત રાબડીયા, ભરત સોલંકી, ચંદુલાલ ખાંટ, રતિલાલ સંતોકી, સંજયભાઈ ભોળા, જેન્તીભાઈ જાવીયા, આશિષ સોલંકી, અશ્ર્વિન સોલંકી, શૈલેષ કારેણા, પ્રફુલ સાપરિયા, શોભનાબેન સાગઠીયા, મણીબેન ચાવડા, બુધીબેન સાગઠીયા, સુમીબેન સોલંકી, મંજુબેન ખરા, લીલાબેન સાગઠીયા, અમરશી સાગઠીયા, અશોક સાગઠીયાને રંગે હાથ ઝડપી પાડી તેમની પાસેથી રૂા. ૩૭,૨૦૦ ની રોકડ કબ્જે કરી હતી. કાલાવડ પોલીસે બામણગામથી નપાણીયા ખીજડીયા ગામ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કૌશિક ગીણોયા, લાલજીભાઈ મારકણા, અશોક ગીણોયા, નાથાભાઈ ગીણોયા, વિજય ગીણોયા, મહેન્દ્ર ગીણોયા વગેરે તેમજ મેઘપર પડાણા પોલીસે મેઘપર ગામમાં ફટકડીના બંધ કારખાનાની સામે બાવળની જાડીમાં જુગાર રમતા આનંદસિંહ જાડેજા, રવિરાજસિંહ, જયદિપસિંહ, પરજીતસિંહ જાડેજાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી રૂા. ૧૨,૦૬૦ ની રોકડ જપ્ત કરી હતી. જોડિયા પોલીસે કોઠારિયા ગામની સીમમાં જુગાર રમતા સાજીદ શાહમદાર, પ્રભુ લીંબડ, નિતીન ચૌહાણ, મુસ્તાક બુખારી, શબીર બુખારી, રફીક બુખારીને રંગે હાથ ઝડપી પાડી તેમની પાસેથી રૂા. ૨૦,૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે. જયારે અન્ય એક દરોડામાં ભીમકટા ગામની બાજુમાં તળાવની પાળ ઉપર જુગાર રમતાં બહાદુરસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા,મમુભાઈપરમાર, મનસુખ પરમાર, જુગાભાઈ મકવાણા, રાજેશ જંડારિયા, જીગ્નેશ હેરભાને રૂા. ૧૦,૬૨૦ ની રોકડ રકમ સાથે અટકાયત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.