ડભોઇ નગર અને તાલુકામા મુસ્લિમ સમુદાય દ્વારા ભવ્ય જૂલુશ કાઢી ઈદેએ મિલાદુન્ન નબી પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/60vrs6vfcl6b2fvh/" left="-10"]

ડભોઇ નગર અને તાલુકામા મુસ્લિમ સમુદાય દ્વારા ભવ્ય જૂલુશ કાઢી ઈદેએ મિલાદુન્ન નબી પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ઇસ્લામ ધર્મના સ્થાપક અને મુસ્લિમોના મહાન પેગંબર હજરત મોહમ્મદ સલ્લાલહો અલયહિ વસલ્લમ નો જન્મ ઈસ્લામી તારીખ 12 મી રબિઉલ અવ્વલ 571 ઈસવીસન માં અરબના મક્કા શહેરમાં થયો હતો. સમગ્ર દેશ અને વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા આ દિવસે મોહમ્મદ પેયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિભવ્ય નાત શરીફ પરતા જુલુસ કાઢી ઈદએ મિલાદુન્ન નબી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે
જે અંતર્ગત આજરોજ ડભોઇ નગર અને તાલુકાના કેટલા ગામોમાં ઈદે એ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડભોઇ કાજીવાડા મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાય એકત્રિત થઈ ડભોઇ શહેર કાજી સૈયદ સેફુદ્દીન સાહબ, સૈયદ શફરૂદ્દીન હાસમી, સૈયદ મુજ્જુબાવા, સૈયદ આબિદ બાવા, મિલાદ કમિટી ના પ્રમુખ , યાકુભાઈ ઘાંચી, લાલાભાઇ, ઇબ્રાહીમભાઇ મહુડાવાલા, યુસુફભાઈ ફાતિયા સઈદભાઈ લોટવાલાજાવેદ ભાઈ વકીલ,સરફરાજભાઈ અંસાર, સબીરભાઈ વકીલ યુસુફભાઈ દિવાન, તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત હેઠળ જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સર્વપ્રથમ હજરત મોહમ્મદના ઘરાના ના લોકોને અને પાક પંજતન નિશાનો ને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યા બાદ આ જુલુસ કાજીવાળા મસ્જિદ થી આગળ વડોદરી ભાગોળ કુભાર વાગા રબારી વાગા કડીયાવાડ થઈ લાલ બજાર ટાવર ચોક
છીપવાડ થઈ પરત કાજીવાડા મસ્જિદ ખાતે આવી પહોંચ્યો હતો જ્યારે આ જુલુસમાં નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા ઈસ્લામિક વસ્ત્ર પહેરી ખુશ્બુ લગાડી ઇસ્લામિક ઝંડાઓ લઈ ભવ્ય જુલુસમાં જોડાયા હતા સાથે જુલુસના રૂટ પર દરેક વિસ્તારમાં ઠેર ઠેર જુલુસમાં જોડાયેલ લોકો માટે નીયાજ રૂપે ઠંડા પાણી કોલ્ડ્રીંક્સ ચોકલેટો પડીકાઓ છાશ દૂધ ખીર વગેરેનું પણ આયોજન કરાયું હતું
તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસમાં ઇસ્લામિક બેનરો ઝંડાઓ લહેરાવી નાત શરીફ સલામ નજમો અને સરકાર કી આમદયા રસુલ અલ્લાહ ઇસ્લામિક નારાઓ બુલંદ કરી જુલુસની સાનમાં વધારો કર્યો હતો સાથે દરેક વિસ્તારમાં ભવ્ય જુલુસનુ લોકોએ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અંતે જુમ્મા મસ્જિદ કાજીવાડા મસ્જિદ વિગેરે નગરની વિવિધ મસ્જિરોમાં દર વર્ષની જેમ મૂએ મુબારક ના દિદાર કરી જૂલુશ નું શાંતિપૂર્વક રીતે સમાપન કરાયુ હતું પોલીસે જુલુસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]