નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાન્દી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.

નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાન્દી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.


નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાન્દી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.

નેત્રંગ જીન કમ્પાઉન્ડમાં આજ રોજ નાન્દી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની નન્હીકલીઓ(દિકોરીઓ) માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. આ તુફાન ગેમ્સમાં ૧૨૦ નન્હીકલીઓ સામેલ થશે કે જેઓ બ્લોક નેત્રંગ અને વાલિયામાં એ.એસ.સી કક્ષાની સ્પર્ધામાંથી પસંદ કરવામાં આવી હતી. રમતનું આપણા જીવનમાં ખુબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમુહભાવના તેમજ ખેલદિલી જેવા ગુનોનો વિકાસ થાય છે. આજ ના આ દિવસે નાન્દી ફાઉન્ડેશન દ્વારા ૫૦ મીટરની દોડ, સ્ટેન્ડીંગ જમ્પ, ઇન્ડયુલનસ રન અને સટલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ ચાલનાર તુફાન ગેમ્સમાં બે અલગ અલગ ટીમોન ભાગ લેનાર છે. જેના નામ હીમાં અને સપના રાખવામાં આવ્યા છે. કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટય કરી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નન્હી કલીના પોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ તેમજ તેઓની ટીમ બી.આર.સી કો ઓર્ડીનેટર હિરેનભાઈ પટેલ,ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ.ટી.સેલ)ના પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ,ગ્રામપંચાયત નેત્રંગ ના સભ્ય કિરીટ વસાવા સામાજિક આગેવાન સંકેત પંચાલ તેમજ સી.એ બહેનો અને આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હીકલીઓ(દિકોરીઓ) ઉપસ્થિત રહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »