સોમનાથ વિધાનસભા વિસ્તાર ના સોશિયલ અકીવીસ્ત અનિશ રાજ ને મતે સોમનાથ વિસ્તાર ના આ છે પ્રશ્નો.

સોમનાથ વિધાનસભા વિસ્તાર ના સોશિયલ અકીવીસ્ત અનિશ રાજ ને મતે સોમનાથ વિસ્તાર ના આ છે પ્રશ્નો.


સોમનાથ વિધાનસભા વિસ્તાર ના સોશિયલ અકીવીસ્ત અનિશ રાજ ને મતે સોમનાથ વિસ્તાર ના આ છે પ્રશ્નો.
*વિધાનસભાની ચૂંટણી સંદર્ભે 90 સોમનાથ મતવિસ્તારની જનતાને 2012 થી અનેક પ્રશ્નો ના જવાબો 2022 સુધી મળ્યા નથી તથા મંજૂર થયેલ કામગીરી કે જેના ખાતમુહૂર્ત પણ એનેક વાર થયેલા તે આજે 2022 મા પણ સુવિધા ઉપલબ્ધ થયા નથી..*

*અત્રે ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે કોઈ પણ ડીબેટ કે ઉમેદવારો નિ સભાઓમાં અધુરા કામો ને પુરા કરાશે કે આરોગ્ય, શિક્ષણ, રોજગારી, નોકરી, ઉધોગ સંદર્ભે વચનો આપવામાં નથી આવતા..*

*1600 કી.મિ. સમુદ્ધ કિનારો ધરાવતા ગુજરાત ના ગીર સોમનાથ જિલ્લાનુ વેરાવળ બદર દર વર્ષે સરકારને ને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારૂ એક્સપોર્ટ તથા મચ્છીમારી નું હબ હોવા છતાં અનેકવિધ સુવિધાઓ થી વંચિત રહે છે તેનિ ડીબેટ ક્યારેય નહી થાય..*

 *વેરાવળ ને લગતા અમુક પ્રશ્નો કે જે વિશ્લેષણ ના મતે 90 વિધાનસભા મતવિસ્તારના ની ચૂંટણી સંદર્ભે ભાજપ ક્રોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ જનતા ને ઉપલબ્ધ કરવા જોઈએ...*

*(1) 2012 થી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે વેરાવળ શહેરમાં ભુગર્ભ ગટર યોજનાનું કામ ચાલુ કરેલ જે આજે 2022 સુધી પણ આણ ઉકેલ...*

*(2) 2012 માં પાસ થયેલ અને 2018 સુધીમાં પૂર્ણ કરવામાં આવાનો હતો તે સોમનાથ ભાવનગર ફોર ટ્રેક રોડ જે આજ 2022 સુધી પણ અણ ઉકેલ..*

*(3) સોમનાથ સરૌવર કે જેનિ ગ્રાન્ટ 2014 મા ફાળવણી થયેલ પરંતુ કચેરીઓના સંકલન ના અભાવે તે ગ્રાન્ટ વણઉપયોગ પરત થયેલ તે પ્રશ્ન આજે 2022 સુધી પણ અણ ઉકેલ.....*

*(4) 2014 થી સોમનાથ સ્ટેટ હાઇવે પાટણ દરવાજા, તથા વેરાવળ 80 ફીટ, અને ડાભોર રોડ, રેલવે ક્રોસિંગ ઓવર બ્રિજ 3 પાસ થયેલા જેમાં 50% કેન્દ્ર સરકાર, 50% રાજ્ય સરકાર ના સંયુક્ત પ્રોજેક્ટ જે પૈકી 2 ફાટક પર હાલમાજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે .. જે ઓવર બ્રિજ કાર્યરત ક્યારે થશે...?*

*(5) ગીર સોમનાથ જિલ્લાના વડામથક ખાતે 300 બેડ નિ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ તેમજ સરકારી હોસ્પિટલમાં એમ.એસ ગાયનેક, વિવિધ રોગોના એમ. ડી. નિષ્ણાંત સ્પેશિયલ ડોક્ટરો નિ નિમણૂક થકી આરોગ્ય સુવિધાઓ ક્યારે પુરી પાડવામાં આવશે...*

*(6) મચ્છીમારી ક્ષેત્રમાં અગ્રેસર રહેતા વેરાવળ બંદર માં મચ્છીમારી કરી જીવન નિર્વાહ કરતા માધ્યમ વર્ગીય નિ વધુ બોટો લંગારી શકાય તે માટે જેટી બનાવી જેવા પાયાના પ્રશ્નો. તથા ડીઝલમા અપાતિ અધુરી સબસિડી,જેવિ અનેક દુવિધાઓમા રાહત ક્યારે આપવામાં આવશે...*

*(7) શિક્ષણ શેત્રમા ઉચ્ચ શિક્ષણ માટે સરકાર દ્વારા જીલ્લા ના વડામથક તરીકે ઉચ્ચ શિક્ષણ શેત્રમા કોલેજો ક્યારે સ્થપાશે...*

*રોજગાર,શિક્ષણ,આરોગ્ય, ખેતી માટે સુવિધાઓ વેરાવળ તેમજ વિધાનસભા મતવિસ્તારના 53 ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવા અગ્રેસર રહે તેવા નેતા વેરાવળ ના નગરજનો ઈચ્છે છે તેવું વિશ્લેષણ ના મતે અભિપ્રાયો માં જણાવ્યું હતું..*.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »