વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહનો સંવેદનશીલ અભિગમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5kkbdb8suv8z1js3/" left="-10"]

વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહનો સંવેદનશીલ અભિગમ


ચૂંટણી પંચના નિયમ પ્રમાણે 70 વર્ષથી વધુ વયના મતદારોને મતદાન માટે પ્રાથમિકતા મળે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો

બોટાદ જિલ્લાના જુદા-જુદા મતદાન મથકોની જાત મુલાકાત માટે પહોંચેલા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહનો વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટેનો સંવેદનશીલ અભિગમ જોવા મળ્યો હતો.વિવિધ બુથની મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ સુનિશ્ચિત કર્યુ હતું કે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે 70 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો મતદાન માટે પ્રાથમિકતા મળે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને મળીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા તેમજ મતદાન સમયે તેમને કોઈ અગવડ ન પડે તે માટે મતદાન મથક ખાતે ફરજ પર તૈનાત પ્રિસાઈડિંગ ઓફિસર્સ અને કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]