દિવાળીમાં ઉઘરાણીનો કકળાટ. - At This Time

દિવાળીમાં ઉઘરાણીનો કકળાટ.


દિવાળી દરમિયાન રૂપિયાની ઉઘરાણી માટે કાકરાટના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે એક દુકાનદાર ઉપર રૂપિયાની ઉઘરાણી માટે નશામાં ચૂર હાલતમાં એક યુવકે હુમલો કરતા પોલીસે હુમલાખોરની અટકાયત કરી છે . ગોરવાની ઉદય પાર્ક સોસાયટીમાં રહેતા અને ઈલોરા પાર્ક વિસ્તારમાં દુકાન ધરાવતા વિરેન્દ્રસિંહ રાઠોડે પોલીસને કહ્યું છે કે , ગઈકાલે પ્રિયાંક પટેલનો મારા પર ફોન આવ્યો હતો અને મોબાઈલ રીપેરીંગના 2600 રૂપિયા તાત્કાલિક આપી દેવા માંગણી કરી હતી . વેપારીએ કહ્યું હતું કે મારી પાસે હમણાં રૂપિયા નથી તેમ કહેતા પ્રિયાંકે હું હમણાં ઘરે આવીશ તેમ કહ્યું હતું . જેથી મેં પ્રિયાંકને કાલે બપોરે દુકાને આવીને પૈસા લઈ જજે તેમ કહ્યું હતું . આ વખતે પ્રિયાંક મારી દુકાને આવી ગયો હતો અને રૂપિયા નહતા તો મોબાઈલ રીપેરીંગ કેમ કરાવ્યો તેમ કહી શર્ટ ફાડી ગાળો દીધી હતી અને માર માર્યો હતો . બીજી તરફ ગોરવા પોલીસને જાણ થતાં પ્રિયાંક બીપીનભાઈ પટેલ ( કંચન ગંગા ડુપ્લેક્સ , ગોરવા ) ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી મારામારીના તેમજ દારૂના અલગ અલગ કેસો નોંધી અટકાયત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.