રાણપુરમાં લાઈટના ધાંધિયા થી પ્રજા હેરાન પરેશાન પેટા વિભાગ કચેરી કુંભકર્ણ ની નિંદ્રામાં લાઈટના ધાંધિયા રાણપુર વેપારી મહામંડળ દ્વારા રાણપુર બંધની ચીમકી - At This Time

રાણપુરમાં લાઈટના ધાંધિયા થી પ્રજા હેરાન પરેશાન પેટા વિભાગ કચેરી કુંભકર્ણ ની નિંદ્રામાં લાઈટના ધાંધિયા રાણપુર વેપારી મહામંડળ દ્વારા રાણપુર બંધની ચીમકી


રાણપુરમાં લાઈટના ધાંધિયા થી પ્રજા હેરાન પરેશાન છે છેલ્લા ત્રણ ચાર માસથી રાણપુરમાં લાઈટના રોજિંદા ધાંધિયા શરૂ થયા છે ત્યારે દેશમાં 21મી સદીમાં વિકસિત થઈ રહ્યો છે ત્યારે રાણપુર ની પેટા વિભાગ કચેરી રાણપુર ને 18 મી સદીમાં લઈ જવા માગતી હોય તેમ છેલ્લા ત્રણ ચાર માસથી નિર્ણય ગુરુ થવાની ઘટના બની રહી છે રોજ ગુલ થતી વીજળી પાછી ક્યારે આવે તે નક્કી જ નહીં કોઈપણ પ્રકારની જાણ વગર લાઈટ કાપવામાં આવે છે અથવા ફીડરમાં ફોલ્ડ થઈ જાય છે એક બાજુ ભયંકર બફારાથી લોકો પરેશાન છે ત્યારે વગર લાઇક એ લોકો મૂંઝાઈ જાય છે લાઈટ ઉપર રોજગારી મેળવતા લોકો અને બહારગામ થી કામ કરાવવા આવેલ લોકોના કામ પણ અટકી પડે છે છેલ્લા દોઢક વર્ષ પહેલા આવા જ પ્રોબ્લેમ થતાં તે વખતના ઉર્જા મંત્રી સૌરભ પટેલને રૂબરૂ રજૂઆત કરતા રાણપુર અર્બન ફીડર તથા દરબારગઢ એજે જીવાય ફીડર જુદા પાડવામાં આવેલા છે થોડાક સમય સમયસર ચાલ્યા બાદ છેલ્લા ત્રણ ચાર માસથી રોજિંદા લાઈટના ધાંધિયા ચાલુ થઈ ગયા છે રાણપુરમાં શરૂ થતા રાણપુરના દરેક નાગરિક ત્રાહિમામ પોકારી રહ્યા છે રાણપુર વેપારી મહામંડળના ઉપપ્રમુખ સુલતાન બાધડીયા એ રાણપુર ગામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને રાણપુર મહામંડળના ઉપપ્રમુખ સુલતાન ભાઈ બાધડીયા એ જણાવેલ છે કે 40 થી 50 વેપારીઓ ડી.ઈ. રાણપુર ને મળી અને ત્રણ દિવસમાં વીજળી સમસ્યાનું નિરાકરણ લાવો નહિતર રાણપુર ગામ બંધનું એલાન આપીએ છીએ તો શું કહે છે કાર્યપાલક ઇજનેર જીવાણીના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ ચાર દિવસથી લાઈટ ના ફોલ્ડર જે કોઈ આવે છે તેમાં 50% રાણપુરના હોય છે રાણપુરમાં મોનીટરિંગ માટે બોટાદ થી એક એન્જિનિયર મોકલવામાં આવેલ છે અને ત્રણ ચાર પાંચ વાર લાઈટ જાય તે ચાલે નહીં અને પેટા વિભાગે કચેરી પાસેથી લાઈટના ડેટા મગાવવામાં આવેલ છે ટૂંક સમયમાં એક અઠવાડિયામાં નિરાકરણ લાવીશું તેવું જણાવ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.