ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા નિકળેલ બે મહિલાઓના ફોનની તફડંચી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5150m9wsbxna0dom/" left="-10"]

ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા નિકળેલ બે મહિલાઓના ફોનની તફડંચી


શહેરમાં મોબાઈલ ચોરો સક્રિય થયા હોય તેમ થોડા સમયમાં ભીડભાડ વાળી જગ્યાએથી લોકોની નજર ચુકવી મોબાઈલ ફોનની તફડંચી કરી નાસી છુટવાના બનાવો પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા ગયેલ બે મહિલાના ફોનની તફડંચી થયાના બનાવો સામે આવતા પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. જયારે રેસકોર્સમાં સાઈકલીંગ કરવા નિકળેલ વેપારીની 10 વર્ષની પુત્રીની સાઈકલ પણ ચોરાઈ હોવાનો બનાવ સામે આવતા ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ કાલાવડના ખરેડી ગામે રહેતી ધારાબેન નીતીનભાઈ પંડયા (ઉ.24) ગઈ તા.7/4ના ધર્મેન્દ્ર રોડ માર્કેટ પાસે કપડાની ખરીદી કરવા આવેલ હોય ત્યારે તેમની થેલીમાં રાખેલ મોબાઈલ ફોનની કોઈ અજાણ્યો શખ્સ તેમની નજર ચુકવી તફડંચી કરી નાસી છુટતા એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
જયારે વાવડીમાં રાધેશ્યામ ગૌશાળા પાસે ક્રિસ્ટલ રેસીડેન્સીમાં રહેતા અને પુજારા ટેલીકોમમાં મેનેજર તરીકે નોકરી કરતા અર્જુનભાઈ બીપીનભાઈ બરોચીયાની માતા જયોતીબેન ગઈ તા.14ના ધર્મેન્દ્ર રોડ પર બાલાજી સેન્ડવીચની સામે ગુરૂકૃપા કીચન એપ્લાયની દુકાનમાં કામ ઉપર હતા ત્યારે તેઓએ ટેબલ ઉપર રાખેલ ફોન કોઈ અજાણ્યો શખ્સ તેમની નજર ચુકવી રૂા.13 હજારના મોબાઈલની ચોરી કરી નાસી છુટયાની એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.
તેમજ ન્યુ જાગનાથ પ્લોટ ઓમ શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા અમીતભાઈ વિનોદરાય મહેતા ઉ.48,ની 10 વર્ષની પુત્રી વંશી ગઈ તા.14ના રોજ સવારના 9-30 વાગ્યાની આસપાસ રેસકોર્સના ફુટબોલ ગ્રાઉન્ડથી બાલભવન વચ્ચે આવેલી ગલીમાં પોતાની સાયકલ પાર્ક કરેલ હતી. જે સાયકલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છુટતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]