પોરબંદર ના દેગામ ગામે ગઈ કાલે નવરાત્રીમાં ગરબા રમતાં ૪૬ વર્ષીય રાજુભાઈ ઓડેદરાને અચાનક હ્રદય રોગનો હુમલો ઘાતક નીવડતાં દેગામમાં અરેરાટી વ્યાપી ગઈ - At This Time

પોરબંદર ના દેગામ ગામે ગઈ કાલે નવરાત્રીમાં ગરબા રમતાં ૪૬ વર્ષીય રાજુભાઈ ઓડેદરાને અચાનક હ્રદય રોગનો હુમલો ઘાતક નીવડતાં દેગામમાં અરેરાટી વ્યાપી ગઈ


ગોસા(ઘેડ) તા.૨૨/૧૦/૨૦૨૩
પોરબંદરના બરડા વિસ્તારના દેગામ ગામે ગઈકાલે નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમતા એક ૪૬ વર્ષના રાજુભાઈ આલાભાઈ ઓડેદરા નવરાત્રીમાં રસ ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા અને તેઓને સીપીઆરની મદદથી પ્રાથમિક સારવાર આપવામા આવવા છ્તાં કોઈ સારવાર કારગત ન નિવડતાં અને મોત થતાં દેગામ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં હમણાં હમણાં હૃદય રોગના હુમલા થી મૃત્યુ થવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે નાના બાળકો,યુવાનોના મોતના વધુ બનતા કિસ્સાઓ માનવ જગતમાં ચિંતાનું મોજું ફરી વળેલ છે. માં જગદંબાના નવરાત્રીના પર્વમાં ગરબાની તૈયારીમાં થી માંડીને નવરાત્રિના સમયે ગરબા રમતી વખતે પણ યુવાનોમાં હાર્ટ એટેકના હુમલાથી મોતના બનાવો સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદ યુવાનો અને કિશોરોમા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને ગરબા રમતીવેળા યુવાનોને હાર્ટ એટેક આવાના બનાવો વધી રહ્યા છે આ સ્થિતિમા ગરબાના આયોજક મેડીકલ ટીમ તૈયાર રાખે તેમજ કોઇને હાર્ટ એટેક આવેતો તેમની સીપીઆરની મદદથી પ્રાથમિક સારવાર આપવામા આવે તો તેમનો જીવ બચાવી શકાય. પરતું ગઈ કાલે તા.૨૧-૧૦-૨૩ ના રોજ પોરબંદરના બરડા વિસ્તારના દેગામ ગામે ગઈકાલે નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમતા એક ૪૬ વર્ષના રાજુભાઈ આલાભાઈ ઓડેદરા નવરાત્રીમાં રસ ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા અને તેઓને સીપીઆરની મદદથી પ્રાથમિક સારવાર આપવામા આવવા છ્તાં કોઈ સારવાર કારગત ન નિવડતાં અને મોત થતાં દેગામ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે
દેગામ ગામના બાબુભાઈ ઓડેદરા માહીતી આપતાં જણાવેલ કે દેગામ ગામે રહેતા ૪૬ વર્ષના રાજુભાઈ આલાભાઇ ઓડેદરા નવરાત્રીના પાવન પર્વમાં જગદંબાના નવલા નોરતામાં ગઈકાલે સાતમા નોરતે રાસ ગરબાની રમઝટ બોલાવતી હતી ત્યારે રાજુભાઈ પણ તેમાં ગરબા રાસ ગરબા રમતા હતા ત્યારે રાત્રિના ૧૧:૦૦ વાગ્યાના અરસામાં રાજુભાઈ આલાભાઈ ગરબા રમતા હતા. ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ગરબા રમતા હતા ત્યાંથી નીકળી જઈને સાઈડમાં બેસી ગયા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઈ જતાં તેઓને સીપીઆરની તાત્કાલિક સારવાર આપવામાં આવેલ છતાં પણ કોઈ ફરક પડ્યો નહીં એટલે તેઓને તુરંત ઇકો વાહનમાં હોસ્પિટલમાં રીફર કરવા જતા હતા ત્યારે ૧૦૮ ઈમરજન્સીને ફોન કરવાથી તેઓ દેગામ થી થોડે દૂર વટતા સામે આવી જતા ઇકો ગાડીમાંથી તેમને ૧૦૮ માં રીફર કરી તાત્કાલિક ૧૦૮ ના કર્મચારીઓએ સીપીઆરને સારવાર આપવા છતાં પણ કોઈ ફરક ન પડતા ડોક્ટરી તપાસ દરમિયાન રાજુભાઈને અચાનક ભારે એટેક આવી જતા મગજમાં બ્રેડેડ થઈ જતાં નસ ફાટી જતા તેઓનો એટેક આવવાની સાથે જ મૃત્યુ થયાનો બહાર આવેલ એટલે તેઓને મૃત જાહેર કરવામાં આવેલ આમ નવરાત્રી દરમિયાન વધુ એક સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકનો ભોગ દેગામનો યુવાન બનતા દહેગામ ગામમાં મારે ગમગની છવાઈ ગઈ છે રાજુભાઈ રિક્ષાનો ધંધો ચલાવી અને તેઓ માંડ માંડ ગુજરાત ચલાવી પોતાનો પારિવારક સાથે જીવન વિતાવતા હતા તેઓને સંતાનમાં બે પુત્રીઓને એક પુત્ર હોવાનું જાણવા મળે છે આમ રીક્ષાનો ધંધો ચલાવી માંડ માંડ ગુજરાત ચલાવતા રાજુભાઈને રાસ ગરબા માં અચાનક હાર્ટ એટેકનો હુમલો આવતા પ્રભુના પ્યારા થઈ જતા દેગામ ગામે ભારે ગમગીની છવાઈ ગઈ છે.
અહેવાલ:- વિરમભાઈ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.