ભાવનગર શહેરના સીંધી વેપારીને આતરી લુંટ કરનાર ઇસમોને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરતી ઘોઘારોડ પોલીસ ટીમ - At This Time

ભાવનગર શહેરના સીંધી વેપારીને આતરી લુંટ કરનાર ઇસમોને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરતી ઘોઘારોડ પોલીસ ટીમ


ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.એસ.એમ.ગોહિલ પોલીસ સબ ઇન્સ.વી.વી.ધ્રાંગુ તથા તાબાના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમો બનાવી ભાવનગરની ત્રીજી આંખ નેત્રમના કેમેરા તથા અન્ય સી.સી.ટી.વી ચેક કરી તેમજ હ્યુમન સોર્ચ અને ઈ-ગુજકોપ સોફટવેર દ્રારા ગુન્હામાં વપરાયેલ વાહન શોધી કાઢી આરોપીઓ અંગે હ્યયુમન સોર્ચ દ્રારા ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તાર માંથી આરોપીઓને શોધી કાઢી ગુન્હો બન્યાના ગણતરીના કલાકોમાં આ ગુન્હાના તમામ આરોપીઓ પકડી પાડી ગુન્હો શોધી કાઢેલ,ગઇ તા.૨૦/૧૦/૨૦૨૩ ના રાત્રીના ફરીયાદી કિશોરભાઈ નાઉમલ આગીચા, ઉ.વ.૪૧,રહે.ન્યુ સિન્ધુનગર નવજવાન સિન્ધી મંડળની સામે ભાવનગર,વાળાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ કે ગઇ તા.૨૦/૧૦/૨૦૨૩ રોજ રાત્રીના આશરે સવા દસેક વાગ્યે ફરી.તેની દુકાન બંધ કરી આજનો વેપાર આશરે રૂ.-૧,૦૦,૦૦૦/-અલગ અલગ દરની ચલણી નોટો એક થેલીમાં નાખી ઘરે આવતો હતો ત્યારે પ્રયોશા પીઝા પાર્લરની પાસે બે અલગ અલગ વાહન ઉપર અજાણયા ચાર ઈસમો આવી તેમાં આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના માણસો ફરી.ઉપર છારી વડે હુમલો કરી ફરી.ને કુલ્લાના ભાગે તથા બન્ને હાથ ઉપર ઈજા કરી ફરી.એ એક્ટીવા ઉપર રાખેલ રોકડ રૂ.-૧,૦૦,૦૦૦/-(એક લાખ)ની થેલીની લુંટ કરી નાશી ગયેલ આરોપીઓની ઓળખ કરી આરોપીઓ પકડી પાડેલ છે પકડાયેલ આરોપી(૧)મેહુલભાઇ ઉર્ફે જાડીયો ભરતભાઇ રાઠોડ ઉવ-૨૨ રહે.કરચલીયા પરા રૂખડીયા હનુમાન મંદિરના ડેલામાં ભાવનગર તથા(૨)વિશાલભાઇ ઉર્ફે ડી ભરતભાઇ ચૌહાણ ઉવ-૧૮ રહે.કરચલીયા પરા બજરંગ અખાડા રામાપિરના મંદિર પાસે ભાવનગર
તથા(૩) હરેશભાઇ ઉર્ફે હરીયો રમેશભાઇ બારૈયા ઉવ-૧૮ રહે.કરચલીયપરા રૂખડીયા હનુમન મંદિર જયાબેનની દુકાન સામે ભાનગર તથા(૪)હાર્દિકભાઇ ઉર્ફે મટક રમેશભાઇ પરમાર ઉવ-૧૯ રહે.કુંભારવાડા માઢીયા રોડ પ્રવિણભાઇની ઘંટી સામે ભાવનગર તથા(૫) આકાશભાઇ મનસુખભાઇ પરમાર ઉવ-૧૯ રહે. ખેડુતવાસ મેલડી માતાની ઘાર મનુભાઇની દુકાન સામે ભાવનગર તથા(૬)કિશનભાઇ ઉર્ફે ગીડો રમેશભાઇ વેગડ ઉવ-૧૯ રહે.કરચલીયાપરા બજરંગ અખાડા દિનાભાઇની દુકાન સામે ભાવનગર આરોપીની એમ.ઓ આરોપીઓએ ફરીયાદી(વેપારી)ની રોજની હીલચાલ પર નજર રાખી રેકી કરી ફરીયાદીનો હાઈકોર્ટ રોડ,ખાઈ વાળા ખાંચાથી પીછો કરી ફરીયાદી પ્રયોશા સેન્ડવીચ પાસે પહોચતા તેના એકટીવા સાથે પોતાનું સ્કુટર અથડાવી ફરીયાદીને પાડી દઈ છરી વડે ઈજા કરી ફરીયાદીનો થેલો આંચકીને જતા રહેલ હતા.
ગુન્હામાં વપરાયેલ બે મો.સા.તથા છરી-આ ગુન્હામાં આરોપીઓએ વાપરેલ એક સુઝીકી એકસેસ તથા એક સુઝુકી બર્ગમેન કબ્જે કરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ ટીમ પોલીસ ઇન્સ.એ.ડી.ખાંટ તથા પો.સબ ઈન્સ.એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઈન્સ. વી.વી.ધ્રાંગુ,હેડ કોન્સ.વાય.એન.જાડેજા,હેડ કોન્સ. એચ.જે.મકવાણા,હેડ કોન્સ એસ.વાય.સૈયદ,પોલીસ કોન્સ.નરેન્દ્રસિંહ બલરાજસિંહ,પોલીસ કોન્સ. જોરસંગભાઈ રતનસંગભાઈ,પોલીસ કોન્સ.રાજેન્દ્રભાઈ ભલાભાઈ પોલીસ કોન્સ.નીલેશભાઈ અનીલભાઈ,
પોલીસ કોન્સ.જયદિપસિંહ જશુભા,પોલીસ કોન્સ. સંજયભાઈ રમેશભાઈ,પોલીસ કોન્સ.કેવલભાઈ પાંચાભાઈ,પોલીસ કોન્સ.જયપાલસિંહ રાજેન્દ્રસિંહ, પોલીસ કોન્સ.હરેશભાઈ જયંતીભાઈ,સહિતના જોડાયા હતા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.