મહિસાગર : લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તાલુકા કારોબારી અને તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો. - At This Time

મહિસાગર : લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તાલુકા કારોબારી અને તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો.


મહિસાગર : લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તાલુકા કારોબારી અને તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો.

આજરોજ તારીખ 10/02/2024 શનિવારનાં રોજ તેજા હોટલ લુણાવાડા ખાતે લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તાલુકા કારોબારી અને તાલુકા સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રભારીશ્રી અને ગોધરા વિધાનસભાનાં પૂર્વ ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ પરમાર તેમજ લુણાવાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રતાપસિંહ સોલંકી નાં માર્ગદર્શન હેઠળ ભારત જોડો ન્યાય યાત્રા જે પંચમહાલ જિલ્લામાંથી પસાર થવાની છે તે બાબતે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે સીધો સંવાદ તેમજ ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ 18 પંચમહાલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં સંગઠનને મજબૂત કરવા ઉપરાંત બુથ મેનેજમેન્ટ ને મજબુત કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના બંધારણ રક્ષક સમિતિ મહીસાગર જિલ્લાના પ્રમુખશ્રી સુરપાલસિંહ ઠાકોર વિધિવત રીતે પોતાનાં ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને તેમને લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકેનો હોદ્દા સાથેનો લેટરપેડ આપવામાં આવ્યું.
આ બેઠકમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ, 122 લુણાવાડા વિધાનસભાનાં ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, પ્રભારીશ્રી રાજેન્દ્રભાઈ પરમાર, લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રતાપસિંહ સોલંકી, ખાનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પી.કે. ડામોર, તાલુકા પંચાયત વિરોધ પક્ષનાં નેતાશ્રી સંગીતાબેન ખાંટ (રાજેશભાઈ ખાંટ), પીએમ પટેલ, ઈદરીશભાઈ સુરતી, ફઝલભાઈ રશીદ, હર્ષદભાઈ પટેલ, ચિરાગભાઈ વડવાઈ, સરસ્વતીબેન, યોગેશ્વરીબેન, કાળીદાસભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, પરાગભાઇ વણકર, રામજીભાઈ વણકર, ફતેસિંહ મકવાણા, નવલસિંહ માલીવાડ, બાબુભાઈ પેન્ટર, ભરતભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, કમલભાઈ ખાંટ, સાહિલભાઈ પરમાર, ભાનુભાઈ માછી, કિશોરસિંહ રાઠોડ, સુફિયાનભાઈ શેખ, અમીનભાઈ પટેલ, જરીનાબેન, ઈશાકભાઈ શેખ, INC મેમ્બર ન‌ઈમભાઈ શેખ, વોર્ડ નં 2 નાં જનમિત્ર મહંમદજાફર‌ અરબ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સમગ્ર આયોજન લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રતાપસિંહ સોલંકી દ્વારા ખુબ જ સુચારુ રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે ઈદરીશભાઈ સુરતી દ્વારા આભારવિધિ કરવામાં આવી અને ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો તેમજ સૌ ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના તમામ સાથી મિત્રો નું આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.