વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર દ્વારા બોટાદ રેલવે સ્ટેશન ખાતે નિરીક્ષણ કરાયું - At This Time

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર દ્વારા બોટાદ રેલવે સ્ટેશન ખાતે નિરીક્ષણ કરાયું


વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર દ્વારા બોટાદ રેલવે સ્ટેશન ખાતે નિરીક્ષણ કરાયું

બોટાદ રેલવે સ્ટેશન વીઝીટ દરમિયાન જરૂરી માર્ગદર્શન આપ્યું બોટાદ રેલવે સ્ટેશનનુ નવીનીકરણ કામગીરી અંગે માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું વધુમાં જણાવ્યું હતું કે બોટાદ ગાંધીગ્રામ ઊપર થી ભવિષ્યમાં વધું ટ્રેન બોટાદ રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે મેનેજર અશોક મિશ્રા પધાર્યા હતા નરલ મેનેજર અશોક કુમાર દ્વારા જણાવ્યું હતું કે,બોટાદ-ગાંધીગ્રામ મીટર ગેજ લાઇન બ્રોડગેજ લાઇન થતાં મહત્ત્વનો રૂટ બની ગયો છે.પહેલા ગાંધીગ્રામથી બોટાદ થઈ ટ્રેન જેતલસર જતી હતી.ત્યારે આ લાઇન પહેલા મીટર ગેજ હતી જેના કારણે ટ્રેનો સુરેન્દ્રનગર ઉપરથી જવા લાગેલા. હાલ ગાંધીગ્રામથી બોટાદ ઉપર ટ્રાયલ કરેલી છે. તેમજ ઇલેક્ટ્રિક લાઇનનું કામ શરૂ છે.તેમજ ભવિષ્યમાં આ રૂટ ઉપર વધારે ટ્રેનો દોડશે. તેમ વેસ્ટન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર દ્વારા જણાવાયું હતુંત્યારે મેનેજર અધીકારી કર્મચારીના મસમોટા કાફલા સાથે આવ્યા હતા આ મેનેજર વિઝિટ દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર રવીસ કુમાર સહિત સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.