કેશોદ તાલુકામાં વિદેશી પક્ષીઓનું વહેલા આગમન સાથે મનમોહક નઝારો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4thjorf7nnrmtyar/" left="-10"]

કેશોદ તાલુકામાં વિદેશી પક્ષીઓનું વહેલા આગમન સાથે મનમોહક નઝારો


શિયાળામાં વિદેશી પક્ષીઓ આપણા દેશમાં વિવિધ વિસ્તારોમાં મહેમાન બનતા જોવા મળેછે કહેવાયછે કે પક્ષી નદિ પવનને કોઈ સરહદ હોતી નથી એને કોઈ રોકી શકતું નથી દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ ભારતની ધરતી પર મહેમાન બનેછે અને આપણા દેશની પ્રકૃતિનો આનંદ માણેછે શિયાળામાં તળાવોમાં પાણી સુકાવાના સમયે વિદેશી પક્ષીઓનુ આગમન થાયછે ત્યારે હાલમાં થોડા દિવસો વહેલા કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે એક તળાવમાં વિદેશી પક્ષીઓ પ્રકૃતિનો આનંદ માણતા જોવા મળ્યા હતા સરેરાશ ડીસેમ્બરમાં ફલેમીંગો અને પાયાવર પક્ષીઓનું આપણાં દેશમાં આગમન થતું હોયછે ત્યારે હાલમાં ઓક્ટોબર મહિનામાં પણ વિદેશી પક્ષીઓ જોવા મળી રહયાછે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ એક નાનકડા તળાવમાં વિદેશી પક્ષીઓ પ્રકૃતિનો આનંદ માણતા હોય તેવો મન મોહક નજારો જોવા મળી રહ્યોછે

ખોરાકની વિશાળ વિપુલતાને લઈ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ નળસરોવર ખાતે આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે શિયાળા દરમિયાન અહીં વિદેશી પક્ષીઓનો કાફલો જોવા મળતો હોય છે જેનો લાભ લેવા માટે દેશ વિદેશથી યાત્રિકો નળસરોવરની મુલાકાતે આવેછે પક્ષીઓને પરવડે તેટલી ઠંડી અને ખોરાકની વિપુલ માત્રાને કારણે પક્ષીઓ માટે નાની માછલીઓ અને કીટકો જેવા જીવો પક્ષીઓના ખોરાકમાં મદદરૂપ સાબિત થતા હોયછે આ તમામ કુદરતી ચીજવસ્તુઓને લઈ મધ્ય એશિયા યુરોપ અને સાયબેરીયા જેવા સ્થળોથી પક્ષીઓનો કાફલો નળસરોવર ખાતે જોવા મળેછે ત્યારે ગ્લોબલ વોર્મીંગના કારણે કે અન્ય કારણોસર વિદેશી પક્ષીઓ વહેલા મહેમાન બનતા પ્રકૃતિના ખોળે કલરવ કરતા હોય તેવો અદ્દભૂત મનમોહક નજારો અમારા રીપોર્ટરે કેમેરામાં કેદ કર્યોછે જે  પ્રકૃતિનો આનંદ માણતા જ રહીએ તેવો માહોલ જોવા મળી રહ્યોછે

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]