મોટા વડાળા પાંજરાપોળ  સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ જગદીશ ત્રિવેદી નો શનિવારે "હાસ્ય દરબાર" - At This Time

મોટા વડાળા પાંજરાપોળ  સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ જગદીશ ત્રિવેદી નો શનિવારે “હાસ્ય દરબાર”


રાજકોટ મોટા વડાળા પાંજરાપોળ સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ જગદીશ ત્રિવેદી નો ત્રિવેદીનો "હાસ્ય દરબાર"ઘાસનું  વિશાળ કોઠાર, રોટલા ઘર, ગાયો માટેના શેડની નામકરણ વિધી.મોટા વડાલાની પાંજરાપોળમાં ૬૦૦ અબોલ જીવોને આશ્રય.અબોલ જીવોને બચાવી લેવા દર્દભરી પહેલ. ગાય માતાને તેનો દરજ્જો આપવા માટે વર્ષે બે કરોડ રૂપીયાનો માતબર ખર્ચ  મળશે આપનું દાન, બચશે ગૌમાતાના પ્રાણ. ગૌશાળા આર્થિક સંકટમાં. છેલ્લા ૩૬ વર્ષોથી મોટા વડાલા ગામ ખાતે જીવદયાના સ્વરૂપમાં પાંજરાપોળમાં ચાલી રહયું છે હાલમાં આશરે ૬૦૦ જીવો શાતા પામી રહયાં છે. કતલખાને ધકેલાતા, ભાંભરડા નાંખતી ગૌમાતા-ગૌવંશ-અબોલ જીવોના આક્રંદને સધિયારો આપવાના કાયમી મહાયજ્ઞ “મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટ" ના માધ્યમથી સતત સેવારત છે ત્યારે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ પાસે કોઈ કાયમી આવકનું સાધન નથી, માળખાકીય સુવિધા માટે પણ અત્યંત ટાંચા સાધનો છે. અત્યારે પણ ગૌશાળા ખૂબ જ આર્થિક સંકટમાં છે. છતાં પણ હૈયે હામ રાખીને કામધેનું ગાય માતાને બચાવવાની પોતાની નૈતીક ફરજને દિલમાં રાખી સંપૂર્ણપણે દાનવીરો ના ભરોસે તેમજ પૂણ્યભૂમિ સૌરાષ્ટ્રના દિલેર દાતાઓના સહકારની અપેક્ષાએ રસ્તા પર રઝળતા ગૌમાતા, ગૌવંશને સધીયારો અપાઈ રહયો છે. મોંઘવારી, કારમા સમયમાં મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટની ખૂબ જ નબળી આર્થિક સ્થિતી છે, ત્યારે આ માટે દાતાશ્રીઓ, સરકારશ્રી, પ.પૂ.ધર્મધરો, ગૌપ્રેમી રક્ષકો, ધર્મપ્રેમીઓને હાથજોડી, અંતરની આજીજીભરી વિનંતી કે, ગાય માતાના ઉના ઉના નિસાસા ટાળવા આજથી નહી અત્યારથી જ અને એની આતરડી ઠારવા માટે વ્યવસ્થા કરવી પડશે, કારણ એની સાચી અને તાતી જરૂરીયાત અત્યારે જ છે.મોટા વડાલા ગૌ સવા રાહત ટ્રસ્ટ, મોટા વડાલા પાંજરાપોળ ખાતે શ્રી ધર્મેન્દ્રભાઈ ભૂપતરાય મહેતા સ્મરણાર્થે, હસ્તે શ્રી લક્ષ્મીચંદ જેઠાભાઈ મહેતા પરીવાર (પડધરીવાળા) તરફથી ઘાસનું વિશાળ કોઠાર બનાવી આપવામાં આવ્યું છે, ગજરાબેન કાંતિલાલ નેમચંદ શાહ પરીવાર (પડધરીવાળા) તરફથી રોટલા ઘર બનાવી આપવામાં આવ્યું છે, સંસ્થાપક શ્રી મનસુખલાલ ધનજીભાઈ વોરા અને માતુશ્રી પુષ્પાબેન વોરાના સ્મરણાર્થે ગાયમાતા માટે શેડનું બાંધકામ કરી આપેલ છે.

આ શુભ પ્રસંગને નિમીત બનાવીને તા.૦૭/૦૧/૨૦૨૩, શનીવારે, બપોરે ૪–૩૦ થી રાત્રે ૧૧–૦૦ વાગ્યા સુધી મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટ, કાલાવડ રોડ, મોટા વડાલા ગામ ખાતે "હાસ્ય દરબાર"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ તથા શ્રી જગદીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત સૌ જીવદયા પ્રેમીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓને પોતાની આગવી શૈલીમાં રસતરબોળ કરશે. ઉપસ્થિત મહેમાનો, જીવદયા પ્રેમીઓ સૌ ગૌભકતો માટે પાંજરાપોળ ખાતે ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય લાભાર્થી તરીકે શ્રી લક્ષ્મીચંદ જેઠાભાઈ મહેતા પરિવાર (પડધરીવાળા), (ભાભા હોટલ ગ્રુપ, રાજકોટ)નો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમના માનવંતા મહેમાનો મા.શ્રી રાઘવજીભાઈ પટેલ (કૃષિ મંત્રીશ્રી, ગુજરાત સરકાર), મા.શ્રી મેઘજીભાઈ ચાવડા (કાલાવડ તાલુકા ધારાસભ્ય),મા.શ્રી ડો. વલ્લભભાઇ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી), ઉપસ્થિત રહેશે.જો મળશે આપનો સાથ, તો જ બચશે ગૌમાતાના પ્રાણ. મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટની અંદાજે ૬૦૦ અબોલ જીવોને, સંસ્થાના આર્થિક સંકટના સમયમાં સંસ્થાને બચાવી લેવા દર્દભરી અપીલ.ચેક/ડ્રાફટ "મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટ" ના નામનો લખવો. સંસ્થાને મળતું અનુદાન આવકવેરા મુકિત પ્રમાણપત્ર ધરાવે છે. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા પણ વિનંતી કરાઈ છે. વિશેષ માહિતી માટે શ્રી લલીતચંદ્ર સૌભાગ્યચંદ વોરા, મોટા વડાલા, (મો. ૯૮૯૮૪ ૨૩૩૫૫), શ્રી વિજયકુમાર મહેતા, રાજકોટ, (મો. ૯૩૭૪૧ ૦૦૦૭૮), શ્રી દીપકભાઈ મહેતા (મો. ૯૩૭૩૩ ૬૩૬૩૯), શ્રી રજનીકાંત વી. વોરા, મંગલમ કન્સલટન્સી, કલ્યાણ મંદિર પાસે, જામનગર, (મો. ૯૪૦૯૪ ૧૧૩૦૬) નો સંપર્ક કરવો. પાંજરાપોળ ખાતે સીધો ઘાસચારો મોકલાવી શકાય છે. મોટા વડાલા પાંજરાપોળ, મું. મોટા વડાલા-૩૬૧ ૧૬૨, તા. કાલાવડ (શીતલા), જી. જામનગર, ઘાસનું વિશાળ કોઠાર, રોટલા ઘર, ગાયો માટેના શેડની નામકરણ વિધીના તથા કાર્યક્રમ તથા સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ તથા જગદીશભાઈ ત્રિવેદીનો ’હાસ્ય દરબાર’ કાર્યક્રમમાં સહ પરીવાર, મિત્રવર્તુળ સહિત પધારવા ટ્રસ્ટી મંડળ તથા કાર્યકરો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.