દેવભૂમિ દ્વારકા જિલ્લા માં આવેલ દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓની ખૂબ જ સુંદર કામગીરી 2022 ના વર્ષ માં જોવા મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hlpxc4y04guyu3ho/" left="-10"]

દેવભૂમિ દ્વારકા જિલ્લા માં આવેલ દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓની ખૂબ જ સુંદર કામગીરી 2022 ના વર્ષ માં જોવા મળી


દેવભૂમિ દ્વારકા જિલ્લા માં આવેલ દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓની ખૂબ જ સુંદર કામગીરી 2022 ના વર્ષ માં જોવા મળી.દ્વારકા પોલીસ દ્વારા 2022 ના વર્ષમાં 200 થી વધુ ખૂબ જ સુંદર પ્રજાલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી.જેમાં ખાસ કરીને કીમતી માલ સામાન, મોબાઇલ ગુમ થવા, નાના બાળકો ભૂલા પડી જવા વૃદ્ધો તેમના પરિવારથી વિખુટા થઈ જવા જેવી અનેક બાબતોમાં ખૂબ જ સુંદર કામગીરી કરી તમામને તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવવું.દ્વારકા જિલ્લા પોલીસ હંમેશા દ્વારકાધીશ મંદિરે આવતા ભક્તોની સેવા માટે તત્પર રહેતી હોય છે ત્યારે જિલ્લા એસપી નીતિશ પાંડેની સૂચનાથી દ્વારકાધીશ મંદિર DYSP શમીર શારદા દ્વારા તેમની ટીમને સાથે રાખી ખૂબ જ સુંદર  કામગીરી ગત વર્ષમાં કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને 145 જેટલા નાના બાળકો તેમજ વૃદ્ધોને તેમના પરિવારથી વિખુટા પડી ગયેલ હોય તેમને તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવવો તેમજ લોકો ના ગુમ થયેલ કીમતી મોબાઈલ તેમજ કીમતી સામાનો શોધી તેમના માલિકોને પહોંચાડવાની ખૂબ જ સુંદર અને સારી કામગીરી દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવી છે.જેમાં પોલીસ કંટ્રોલ રૂમ ઊભો કરી 53 જેટલા સોના ચાંદીના દાગીના, પાકીટ ,મોબાઇલ જેવી વસ્તુ ચોરતા ચોરોને પકડી તેમના મૂળમાં માલિક લોકોને પરત અપાવી હતી. તેમજ જન્માષ્ટમી , ફુલડોલ મહોત્સવ, નાતાલ જેવા તહેવારોમાં જ્યારે દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ મોટી ભીડ રહેતી હોય છે ત્યારે દ્વારકા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી તમામ લોકો આરામથી સમયસર વ્યવસ્થિત રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે એવું સુંદર અને સરળ આયોજન પણ કરવામાં આવેલ હતું .એ વાતથી નિશ્ચિત રીતે કહી શકીએ કે પોલીસ હંમેશા લોકોની મિત્ર બનીને જ કામ કરતી હોય છે તે વાત ખરી અને સાચી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]